સાબરકાઠાંમાં ઇડરમાં હિટ એન્ડ રનની ઘટનાની પોલીસ કાર્યવાહીમાં ગંભીર બેદરકારી સામે આવી છે. એક સપ્તાહ પહેલા બનેલી હિટ એન્ડ રનની ઘટનાના આરોપી સામે ઇડર પોલીસે ઢીલુ વલણ અપનાવ્યું હોવાના ગંભીર આરોપ ભોગ બનનાર પરિવારે લગાવ્યા છે.સાબરકાઠાંમાં ઇડરમાં હિટ એન્ડ રનની ઘટનાની પોલીસ કાર્યવાહીમાં ગંભીર બેદરકારી સામે આવી છે. એક સપ્તાહ પહેલા બનેલી હિટ એન્ડ રનની ઘટનાના આરોપી સામે ઇડર પોલીસે ઢીલુ વલણ અપનાવ્યું હોવાના ગંભીર આરોપ ભોગ બનનાર પરિવારે લગાવ્યા છે.
ઇડર પોલીસે આરોપી સામે કડક કાર્યવાહી કરવાના બદલે હિટ એન્ડ રનની ઘટના માત્ર અકસ્માત નોંધીને ઢીલી કાર્યવાહી કરી છે. આ ઘટનામાં ઇકો કાચલક દર્શ મોટવાણી ઉપર પોલીસના આશિર્વાદ હોવાના આરોપ લાગી રહ્યા છે. આરોપી સામે કાર્યવાહી કરવા મૃતકના પરીજનોએ માગ કરી છે.કાર ચાલકે મૃતક મહિલાને અડફેટે લઈ 400 મીટર સુધી ઢસડી હતી ઉલ્લેખનિય છે કે ગત 19 તારીખે ઇડરમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં રંગોળીનો વ્યવસાય કરતી મહિલા અકસ્માતનો ભોગ બની હતી. રાત્રિના સમયે ઇકો ચાલકે આ ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો. ઘટનામાં ઇકો કાર ચાલકે મૃતક મહિલાને અડફેટે લઈ 400 મીટર સુધી ઢસડી હતી.

આ ઘટનામાં મૃતકના પુત્રનો આબાદ બચાવ થયો હતો પણ ઈડર પોલીસે માત્ર અકસ્માતની નામપૂરતી ફરિયાદ નોંધી છે. પણ ઇડર પોલીસે દર્શ મોટવાણી સામે કડક કાર્યવાહી કરી જ નથી. ઈડર પોલીસની આળસુ કાર્યવાહીને પગલે પરિવારે જિલ્લા પોલીસવડાને રજૂઆત કરી છે.ઈડર પોલીસે યોગ્ય કાર્યવાહી ન કરતા પરિવારે ઉગ્ર રજૂઆતની ચીમકી ઉચ્ચારી છે અને જિલ્લા પોલીસવડા, રેન્જ,આઈ.જી સહિત ગૃહમંત્રીને લેખિત રજૂઆત કરવાની તૈયારી શરુ કરી છે. આરોપી સામે દાખલારૂપ કાર્યવાહીની પરિવાર સહિત સમાજે માગ કરી છે.

