બિહારના ભાગલપુરમાં છઠ પૂજાનો તહેવાર માતમમાં ફેરવાયો છે. નદીમાં નાહવા પડેલા 4 બાળકોના ડૂબી જવાથી મોત થયા છે. ભાગલપુરમાં આ ઘટના બાદ સન્નાટો વ્યાપી ગયો છે. ખુશીઓનો તહેવાર દુઃખમાં ફરવાયો છે. નવટોલિયા ગામ પાસે ન્હાવા પડેલા 4 બાળકોના મોત થયા છે. ભારે જહેમત બાદ 4 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા.
4 બાળકોના મોત બાદ ગામમાં દુઃખનો માહોલ છે. આ દર્દનાક ઘટના બાદ નદી કિનારે પૂજા કરી રહેલા લોકોમાં દુઃખનો માહોલ જોવા મળ્યો હતો. મૃતકોના પરિવારમાં દુઃખનો માહોલ જોવા મળી રહ્યો છે. માતા-પિતા દુઃખમાં સરી પડ્યા છે. છઠ પૂજાનો તહેવાર અચાનક દુઃખમાં ફેરવાઇ ગયો છે. મહિલાઓ ઘાટ પર અર્ધ્યની તૈયારીઓ કરી રહી હતી. અને બીજી તરફ ગામમાં બાળકોના મોતના સમાચાર વહેતા થયા હતા.

સ્થાનિક તંત્રને સૂચના આપવામાં આવી હતી કે, ઇસ્માઇલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઘટના સ્થળે આવ્યા હતા. અને મૃતદેહોનો કબ્જો લીધો હતો. અને પોલીસ ફરિયાદ નોંધી તપાસ શરુ કરી હતી. સ્થાનિકોએ કહ્યુ હતુ કે, નદીમાં છેલ્લા કેટલાય સમયથી પાણીનું સ્તર વધ્યુ છે. જેના કારણે નદીમાં સ્નાન કરવું ખતરારૂપ હતુ. પરંતુ બાળકો આ નદીમાં ઉતર્યા હતા. અને આ દુર્ઘટના સર્જાઇ હતી.

