HEALTH TIPS : ઊંઘતા પહેલા આ વસ્તુનું વધારો સેવન, પેટની ચરબી તો ફટાફટ ઓગળવા માંડશે

0
55
meetarticle

જો તમે પેટની ચરબી ઉતારવા માટે સફરજનની છાલ, ગ્રીન ટી અથવા લીંબુ પાણી પીવા જેવા લોકપ્રિય નુસખા અજમાવો છો,પરંતુ તેમ છતાં પણ પેટની ચરબી ઓછી થઈ રહી નથી, તો આજે અમે તમને અહીં એક રેસીપી વિશે જણાવી રહ્યા છીએ જેનાથી તમને રાહત મળી શકે છે. દરરોજઆ મિશ્રણ તમે ઘરમાં રસોઈમાં રાખવામાં આવેલી વસ્તુઓથી તૈયાર કરી શકો છો. આ ડ્રીંકમાં 5 વસ્તુઓની જરુરીયાત પડી શકે છે. જેમાં ધાણા, મેથી, વરિયાળી, તજ અને આદુથી આ મિશ્રણ તૈયાર કરી શકો છો. આ મિશ્રણ ચરબી ઘટાડવા અને તેમાં પણ ખાસ કરીને પેટથી ચરબી ઘટાડવામાં ફાયદાકારક માનવામાં આવે છે. 

ધાણા

ધાણા લીવરને ડિટોક્સિફાય કરે છે અને શરીરમાં બળતરા ઓછી કરે છે.

મેથી

મેથીના દાણા બ્લડ સુગરને નિયંત્રિત કરે છે, ભૂખને નિયંત્રિત કરે છે અને ઇન્સ્યુલિન રેસિસ્ટેંસમાં સુધારો કરે છે.

વરિયાળી 

વરિયાળી પેટનું ફૂલવું ઘટાડે છે અને આંતરડાને શાંત કરીને પાચનમાં સુધારો કરે છે.

તજ

તજ ઇન્સ્યુલિન સેંસિટિવિટી વધારે છે અને બ્લડ સુગરના સ્તરને કન્ટ્રોલ કરે છે.

આદુ

આદુમાં બળતરા વિરોધી ગુણધર્મો રહેલા છે, જે થર્મોજેનેસિસ વધારીને મેટાબોલિઝ્મને વેગ આપે છે, જે તમારા શરીરને વધુ કેલરી બર્ન કરવામાં મદદ કરે છે.

આ મિશ્રણ તૈયાર કરવા માટે એક ચમચી ધાણા અને મેથીને દોઢ કપ પાણીમાં આખી રાત પલાળી રાખો. સાંજે, પલાળેલા પાણીમાં અડધી ચમચી વરિયાળી, અડધો ઇંચ તજનો ટુકડો અને છીણેલું આદુ ઉમેરો અને પાંચ મિનિટ સુધી ઉકાળો. આ એક કપ પાણીને રાત્રિભોજનના એક કલાક બાદ પીઓ. રાત્રે એક ખાસ મિશ્રણનું સેવન કરવાથી માત્ર પેટની ચરબી તો ઓછી થશે. પરંતુ તેની સાથે પેટનું ફૂલવું, ઊંઘની ગુણવત્તામાં સુધારો થાય છે અને શુગર લેવલ પણ કન્ટ્રોલમાં રહે છે.

રાત્રે જ કેમ?

સૂતી વખતે તમારું શરીર કુદરતી રીતે ડિટોક્સિફાય કરે છે. તમારું લીવર રીસેટ થાય છે, ઇન્સ્યુલિન સેંસિટિવિટી ચરમ પર પહોંચે છે અને કોર્ટિસોલ જેવા તણાવ હોર્મોન્સ ઘટે છે. આ ચરબી બર્ન કરવામાં મદદ કરે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here