WORLD : વેનેઝૂએલામાં લેન્ડ સ્ટ્રાઇક્સ પણ સંભવિત છે યુ.એસ. સેનેટર લિન્ડસે ગ્રેહામે આપેલી ચેતવણી

0
62
meetarticle

અમેરિકાના સેનેટર લિન્કસે ગ્રેહામે રવિવારે ચેતવણી આપી હતી કે, વેનેઝૂએલામાં ‘લેન્ડ-સ્ટાઇક્સ’ પણ પૂરેપૂરી સંભવિત છે. વેનેઝૂએલા ઉપર અમેરિકાનો આક્ષેપ છે કે તે ‘ડ્રગ-કાર્ટલ્સ’ અને ડ્રગ-ટ્રાફિક્સને પુષ્ટિ આપે છે અને તે ડ્રગ્સે અમેરિકામાં ૯૦ હજારના જાન પણ લીધા છે.

સી.બી.એસ. ન્યુઝને આપેલી મુલાકાતમાં ગ્રેહામે જણાવ્યું હતું કે, પ્રમુખ ટ્રમ્પે મને ગઈકાલે જણાવ્યું હતું કે, તેઓ એશિયાની મુલાકાતથી પાછા આવશે ત્યારે તેઓ વેનેઝૂએલા અને કોલંબિયા અંગેની તેમની ભાવિ યોજનાની યોજના જણાવશે.

પ્રમુખ ટ્રમ્પે આ તે સમયે કહ્યું હતું કે, જ્યારે વેનેઝૂએલામાંથી આવતાં ડ્રગ કાર્ટલ્સના જહાજો અને સબમરીનને પણ અમેરિકી નૌકાદળે ડૂબાડી દીધા હતા.

દરમિયાન અમેરિકાના સંરક્ષણ મંત્રી પેટ હેગસેઠે અમેરિકાનાં સૌથી આધુનિક વિમાન વાહક જહાજ યુ.એસ.એસ. ગેરાલ્ડ આર. ફોર્ડને યુરોપમાંથી બોલાવી કેરેબીયન સમુદ્રમાં ગોઠવી દીધું છે. આ ઉપરાંત પ્રમુખે સી.આઈ.એને વેનેઝૂએલામાં કાર્યવાહી હાથ ધરી પ્રમુખ માદુરોને દૂર કરાવવાની જાળ બિછાવવા જણાવી દીધું છે. આમ છતાં પ્રમુખે રાજદ્વારી વાટાઘાટો માટે દ્વાર ખુલ્લાં રાખ્યાં છે.

બીજી તરફ રશિયા અને ચાયના પ્રમુખ માદુરોને પીઠબળ આપી રહ્યાં છે. તેઓ કહે છે કે વેનેઝૂએલા કંઈ કોકેઇનના છોડ ઉગાડતું નથી. યુએસનું કહેવું છે કે તે ડ્રગ ભલે કોલંબિયા, પેરૂ કે બોલિવિયામાં ઉગાડવામાં આવતાં હોય, પરંતુ તે વેનેઝૂએલા દ્વારા જ અમેરિકામાં ઘૂસાડાય છે.

રશિયા, ચાયના આ દાવાને વાહીયાત કહે છે. તેઓ કહે છે બોલિવિયામાંથી, પેરૂ અને પેરૂમાં જ ઉગાડાતા અફીણના છોડમાંથી થતું કોકેઈન પેસિફિક મહાસાગરના માર્ગે અમેરિકા પહોંચી જ શકે. કોલંબિયાનો પશ્ચિમનો પ્રદેશ તો પેસિફિક મહાસાગરને જ સ્પર્શે છે. ત્યાંથી તે પેસિફિકના માર્ગે પશ્ચિમ અમેરિકા અને મેક્ષિકો દ્વારા દક્ષિણ અમેરિકામાં ડ્રગ મોકલી શકે માટે માત્ર અને માત્ર વેનેઝૂએલાને જ ‘ડ્રગ-ટ્રાફિકીંગ-કીંગ-પિન’ ગણી ન શકાય તેમ છતાં અમેરિકા, વેનેઝૂએલાને જ શા માટે નિશાન બનાવે છે ?

વિશ્લેષકો સીધું કારણ દર્શાવતાં કહે છે કે બોલિવિયા સામ્યવાદી દેશ હોવાથી તેમને ‘શિક્ષા’ કરવા અમેરિકા તૈયાર થયું છે અને જગત જમાદાર બની બોલિવિયાને ‘ઢીબી-નાખી’ દુનિયાના બીજા દેશોને લાલ આંખ દેખાડી રહ્યું છે અને કહેવા માગે છે કે જુઓ બાલિવિયાની જે હાલત થઈ તે હાલત તમારી પણ થઈ શકે.

વિશ્લેષકો આ સંદર્ભ આપતાં ભારતની પીઠ થાબડે છે. અમેરિકાનાં અસામાન્ય ટેરિફની પણ તે પરવાહ કરતું નથી, અને રશિયા પાસેથી ઓઈલ ખરીદે છે.

આ ઘટનાક્રમ વચ્ચે એક હવા તેવી ચાલે છે કે, માદુરો ત્યાગપત્ર આપે તો ટ્રમ્પ તેના મિત્રને બોલિવિયાના પ્રમુખ બનાવી શકે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here