GUJARAT : ભરૂચ ‘સી’ ડિવિઝન પોલીસે ઝાડેશ્વર પાસે બાવળની ઝાડીમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી ૨ જુગારીઓને ₹૧.૦૧ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા

0
46
meetarticle

ભરૂચ શહેર ‘સી’ ડિવિઝન પોલીસે ઝાડેશ્વર જૂના સ્મશાનગૃહ નજીક બાવળની ઝાડીઓમાં ચાલતી જુગારની પ્રવૃત્તિ પર દરોડો પાડ્યો હતો.


પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે સ્થળ પરથી શહેબાજખાન સલીમખાન પઠાણ અને પંકજ વસરામભાઈ ચાવડા નામના બે જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી રોકડ, મોબાઈલ ફોન અને વાહનો મળીને કુલ ₹૧,૦૧,૧૨૦/- (એક લાખ એક હજાર એકસો વીસ રૂપિયા) નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
જોકે, જુગારના આ અડ્ડા પરથી અન્ય બે ઈસમો, કિરણ ઉર્ફે કાળું ડાહ્યાભાઈ પટેલ અને અનિલ ઉર્ફે ભયલું પટેલ (બંને રહે. મકતમપુર) ફરાર થવામાં સફળ રહ્યા હતા, જેમની શોધખોળ પોલીસે હાથ ધરી છે. ભરૂચ ‘સી’ ડિવિઝન પોલીસે જુગાર ધારા કલમ-૧૨ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here