રાજશ્રી પોલિફિલ કંપની અને સેવારૂરલ હોસ્પિટલના સહયોગથી ઝઘડિયા તાલુકાના ઇન્દોર ગામની માધ્યમિક શાળા ખાતે નિઃશુલ્ક નેત્ર નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં આંખની વિવિધ તકલીફો ધરાવતા કુલ ૨૯૫ દર્દીઓની આંખના નિષ્ણાત તબીબો દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ૨૪૧ દર્દીઓને ચશ્માની જરૂરિયાત જણાઈ હતી, જ્યારે મોતિયાના ઓપરેશન માટે જરૂરી ૨૪ દર્દીઓને વધુ સારવાર અને ઓપરેશન માટે સેવારૂરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.
