એમેઝોને આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ અને ક્લાઉડ કમ્પ્યુટીંગમાં રોકાણમાં તીવ્ર વધારો કરવા તેના આશરે ચાર ટકા કાર્યબળ એટલે લગભગ ૧૪ હજાર કોર્પોરેટ પદોમાં કપાત કરવાની યોજના જાહેર કરી છે. સીઈઓ એન્ડી જેસીના વર્તમાન ખર્ચ કપાત પગલાનો હિસ્સો બનેલા આ નિર્ણયનો હેતુ સંચાલન સુવ્યવસ્થિત કરવાનો, નોકરશાહીમાં ઘટાડો કરવો અને સ્રોતોને કંપનીના સૌથી આશાસ્પદ ક્ષેત્રો, ખાસ કરીને એઆઈ અને માળખાકીય વિકાસ તરફ વાળવાનો છે. નોકરીઓમાં કપાત વ્યાપક ઉદ્યોગ ફેરફાર પ્રકાશિત કરે છે કારણ કે ટેક અગ્રણીઓ ઓટોમેશન અને એઆઈ આધારીત સક્ષમતા સાથે માનવીય સ્રોતોનું સંતુલન કરી રહ્યા છે.

૨૦૨૧માં પદ સંભાળ્યા પછી એન્ડી જેસીએ સતત એમેઝોનના વ્યવહારના ભાવિ તરીકે આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સની સંચાલકીય સક્ષમતા પર ભાર મુક્યો છે. જૂનમાં જેસીએ જણાવ્યું હતું કે જનરેટીવ એઆઈનો ઉદ્ભવ નિર્વિવાદપણે કોર્પોરેટ કાર્યબળમાં ઘટાડો કરશે. તેમણે વધુમાં કહ્યું હતું કે એમેઝોને એક હજારથી વધુ એઆઈ એપ્લીકેશનો બનાવ્યા છે અથવા બનાવી રહ્યું છે,જે તેની યોજનાનો એક હિસ્સો માત્ર છે. તેમણે સ્પષ્ટતા કરી કે એઆઈ પ્રત્યેક ગ્રાહકના અનુભવમાં વધારો કરશે, જેના માટે તેમણે એલેક્સા પ્લસ અને એમેઝોનના આધુનિક વર્ચ્યુઅલ આસીસ્ટન્ટના ઉદાહરણ આપ્યા.
કંપનીના એઆઈ વિસ્તરણને વિશાળ માળખાકીય રોકાણનું પીઠબળ છે. એકલા ૨૦૨૫માં એમેઝોને મિસિસિપી, ઈન્ડિયાના, ઓહાયો અને ઉત્તર કેરોલિનામાં પ્રત્યેક ડાટા સેન્ટર પ્રોજેક્ટોને લગભગ દસ અબજ ડોલરના રોકાણની ખાતરી આપી હતી, જ્યાં તે પોતાનું એઆઈ અને ક્લાઉડ કમ્પ્યુટીંગ બેકબોન વિકસાવવા દસ અબજ ડોલરનું કેમ્પસ પણ ઊભુ કરી રહ્યું છે. આ પ્રયાસો એમેઝોનના ઝડપથી વિકસતા એઆઈ ક્ષેત્રમાં ઓપન એઆઈ, ગૂગલ અને માયક્રોસોફ્ટ જેવા ઉદ્યોગ અગ્રણીઓ સાથે સ્પર્ધા કરવાની વ્યૂહરચનાનો હિસ્સો છે.એમેઝોનના પીપલ એક્સપીરીયન્સ એન્ડ ટેકનોલોજીના વરિષ્ઠ ઉપ પ્રમુખ બેઠ ગેલેટીએ સ્પષ્ટતા કરી કે આ છટણીઓ નોકરશાહી ઘટાડવા, સ્તરો ઓછા કરવા અને સ્રોતો અન્યત્ર ખસેડવાના પ્રયાસોનો હિસ્સો છે. અસરગ્રસ્ત કર્મચારીઓને નવી આંતરિક ભૂમિકાઓ શોધવા ૯૦ દિવસનો સમય આપવામાં આવશે અને તેમ કરવામાં અસમર્થ રહેલાને નોકરી શોધવામાં સહાયતા તેમજ આરોગ્ય લાભ આપવામાં આવશે.
એમેઝોનમાં હાલ વિશ્વ સ્તરે પંદર લાખથી વધુ કર્મચારીઓ છે જેમાંથી સાડા ત્રણ લાખ કોર્પોરેટ ભૂમિકામાં છે. હાલની છટણી ૨૦૨૩ પછીની સૌથી મોટી છે, જ્યારે ૨૭ હજાર નોકરીઓમાં કપાત કરવામાં આવી હતી. વિશ્લેષકો એમેઝોનની મજબૂત આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને આ પગલાને કટોકટી પ્રત્યેના પ્રતિસાદના સ્થાને સફાઈ તરીકે જુએ છે. તેમના મતે એમેઝોન માત્ર માનવીય મૂડીમાંથી ધ્યાન હટાવીને ટેકનોલોજીકલ માળખા પર કેન્દ્રિત કરી રહ્યું છે.

