GUJARAT : જામનગરમાં હળવા ઘર્ષણ વચ્ચે ઘરવખરી સાથે 40 ઝૂંપડાં હટાવાયાં

0
37
meetarticle

જામનગરમાં જુના રેલવે સ્ટેશન નજીક નવા બની રહેલા ફ્લાયઓવરની નીચે સંખ્યાબંધ ઝુપડાઓ ખડકાઈ ગયા હોવાથી અને ન્યુસન્સ ફેલાવતા હોવાથી આજે સવારે મહાનગરપાલિકાનું તંત્ર સતર્ક બન્યું હતું, અને પોલીસ ટીમની મદદ લઈને હળવા સંઘર્ષ બાદ અનેક ઝૂંપડા સહિતના માલ સામાનને જપ્ત કરી લઈ મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવાયો હતો.

અંબર ચોકડી નજીક જુના રેલ્વે સ્ટેશન પાસેના વિસ્તારમાં નવા બંધાઈ રહેલા ફલાય ઓવર બ્રિજ નીચે છેલ્લા કેટલાક સમયથી ઝુંપડાઓ ખડકાઈ ગયા છે અને ત્યાં ઝુંપડાવાસીઓ ન્યુસન્સ ફેલાવતા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. કેટલાક શખ્સો દ્વારા દેશી દારૂની પણ પ્રવૃત્તિ ચલાવવામાં આવતી હોવાની ફરિયાદો મળ્યા પછી આજે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા અને સિટી બી. ડિવિઝનની પોલીસ ટીમ દ્વારા સંયુક્ત રીતે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. એકી સાથે ૪૦ જેટલા દબાણકર્તાઓના ઝુંપડા વગેરે ખસેડી લેવામાં આવ્યા હતા, અને તેનો તમામ માલસામાન જપ્ત કરીને મહાનગર પાલિકાની કચેરીમાં જમા કરાવી દેવાયો છે.

આ કામગીરી વખતે ઝુંપડાવાસીઓ દ્વારા ભારે દેકારો કરવામાં આવ્યો હતો, પરંતુ પોલીસ તંત્ર અને મહાનગર પાલિકાની ટીમ દ્વારા કોઈપણ પ્રકારની મચક આપ્યા વિના તમામનો સમાન જપ્ત કરીને જુદા જુદા વાહનો મારફતે મહાનગર પાલિકાની કચેરીમાં લઈ જવાયો છે, અને ઓવરબ્રિજ નીચેનો હિસ્સો ખુલ્લો કરાવવામાં આવી રહ્યો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here