GUJARAT : લકવાના 10માંથી ચાર દર્દીની ઉંમર 50 વર્ષથી ઓછી, દરરોજ સરેરાશ 35 ઈમરજન્સી કેસ

0
60
meetarticle

છેલ્લા કેટલાક વર્ષથી હૃદયરોગની સાથે પેરાલિસિસ-સ્ટ્રોકના કેસમાં પણ ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં જ આ વર્ષે સ્ટ્રોકની ઈમરજન્સીના 10,098 કેસ નોંધાયેલા છે. આમ, પ્રતિ દિવસે સરેરાશ 35 વ્યક્તિને પેરાલિસિસ-સ્ટ્રોકની સારવાર માટે ઈમરજન્સી સેવા ‘108’ ની મદદ લેવી પડે છે. સ્ટ્રોકના પ્રત્યેક 10માંથી 4 કેસ હવે 50 વર્ષથી ઓછી વયની વ્યક્તિમાં નોંધાય છે. આજે ‘વર્લ્ડ સ્ટ્રોક ડે’ છે, ત્યારે સ્ટ્રોકના વધતા કેસે ચિંતાજનક સ્થિતિ સર્જી છે.

ભારતમાં દર વર્ષે 1.6 મિલિયન નવા સ્ટ્રોક

ઈમરજન્સી સેવા ‘108’પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સ્ટ્રોકની ઈમરજન્સીના સૌથી વધુ 9968 કેસ અમદાવાદમાં નોંધાયા હતા. આ પછી સુરત 3717 સાથે બીજા અને વડોદરા 2441 સાથે ત્રીજા સ્થાને છે. આમ, અમદાવાદમાં દરરોજ સરેરાશ 10 વ્યક્તિને સ્ટ્રોકની ઈમરજન્સીની સારવાર લેવી પડે છે. નેશનલ સેન્ટર ફોર ડિસીઝ ઇન્ફોર્મેટિક્સ એન્ડ રિસર્ચના ડેટા મુજબ, ભારતમાં દર વર્ષે 1.6 મિલિયનથી વધુ નવા સ્ટ્રોકના કેસ નોંધાય છે.

ગુજરાતમાં લકવાના 10માંથી ચાર દર્દીની ઉંમર 50 વર્ષથી ઓછી, દરરોજ સરેરાશ 35 ઈમરજન્સી કેસ

108 ઇમરજન્સી ડેટા: સ્ટ્રોકનું વધતું જોખમ

એક સમયે વૃદ્ધોને પ્રભાવિત કરતી બિમારી તરીકે ઓળખાતા સ્ટ્રોક હવે યુવા વસતીને પણ અસર કરે છે, જેનું મુખ્ય કારણ જીવનશૈલી સંબંધિત પરિબળો છે. બેઠાડુ જીવનશૈલી, હાઈ કોલેસ્ટ્રોલ, ડાયાબિટિસ, હાઈપરટેન્શન અને સ્ટ્રેસ મુખ્ય કારણો છે. શારીરિક પ્રવૃત્તિઓનો અભાવ, ધુમ્રપાન અને આલ્કોહોલનું સેવન સ્ટ્રોકના જોખમમાં વધારો કરે છે.

તીવ્ર સ્ટ્રોક માટે બે મુખ્ય સારવાર

જાણકારોનું માનવું છે કે સ્ટ્રોક જીવનશૈલી સંબંધિત બિમારી તરીકે ઉભરી રહ્યું છે, તેમજ વહેલા હસ્તક્ષેપ માટે જોખમી પરિબળો અને લક્ષણો ક્ષણો વિશે જાગૃકતામાં વધારો આવશ્યક છે. ડૉક્ટરોના મતે, આધુનિક સ્ટ્રોક કેર તીવ્ર ઇસ્કેમિક સ્ટ્રોક માટે મુખ્યત્વે બે ટ્રીટમેન્ટ ઓફર કરે છે. આઈવી થ્રોમ્બોલિસિસ નસ દ્વારા અપાતી દવા છે, જે લોહીનું ગંઠાવાને ઓગાળે છે અને જો લક્ષણો બાદ તેને તાત્કાલિક આપવામાં આવે તો મગજને થતું નુકસાન ઘટાડી શકાય છે. તે પ્રથમ 45 કલાકમાં પ્રભાવી હોય છે. મિકેનિકલ થ્રોમ્બેક્ટોમી એક ઓછી આક્રમક પ્રક્રિયા છે, જે બ્લોક થયેલી મગજની નસમાંથી ફિઝિકલ રીતે લોહીનું ગંઠાવાને દૂર કરે છે.

સ્ટ્રોકના લક્ષણો શું હોય છે?

ડૉક્ટરોના મતે એક સંક્ષિપ્ત નામ BEFAST છે, જે યાદ રાખવાની એકદમ સરળ રીત છે. બી (B): બેલેન્સ, અચાનક સંતુલન ગુમાવવું, ઈ (E): આંખોમાં ઝાંખપ આવવી, એફ (F) ચહેરાની એકબાજૂ ઝુકી જવી, એ (A): હાથ એક હાથમાં નબળાઈ અથવા નિષ્ક્રિયતા, એસ (S): સ્પીચ, બોલવામાં તકલીફ પડવી, ટી (T) : તાત્કાલિક તબીબી મદદ લો.

સ્ટ્રોક આવ્યા બાદ પ્રથમ 60 મિનિટ ખૂબ મહત્ત્વની

સ્ટ્રોક આવ્યાં બાદ પ્રથમ 60 મિનિટ ખૂબજ મહત્ત્વપૂર્ણ છે. આ ‘ગોલ્ડન એવર’માં ક્લોટને રોકતી દવાઓ અને મિકેનિકલ થ્રોમ્બેક્ટોમી જેવી સારવાર લોહીને પ્રવાહને પુનઃસ્થાપિત કરવામાં તેમજ મગજને નુકસાન ઘટાડવામાં કારગર નિવડે છે

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here