WORLD : શેખ હસીના ભારતમાં જ રહેશે, બાંગ્લાદેશની આગામી ચુંટણીનો બહિષ્કાર કરશે

0
44
meetarticle

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન અને ભારતમાં આશરો લઇ રહેલા બેગમ શેખ હસીનાએ બાંગ્લાદેશની પોતાની અવામી લીગ પાર્ટીના સમર્થકોને આગામી વર્ષમાં યોજાનારી ચુંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. બાંગ્લાદેશમાં રાજકીય વિદ્રોહ થયો પછી ૧૫ ઓગસ્ટ ૨૦૨૪થી શેખ હસીના ભારતમાં રહયા પછી પ્રથમ વારે તેમણે મીડિયાને ઇન્ટરવ્યું આપ્યો જેમાં પોતાની રાજકીય સ્થિતિ સ્પષ્ટ કરી છે. રોયટર્સે ઇમેલ પર મોકલેલા સવાલોનો હસીનાએ લેખીત જવાબ આપ્યો હતો.

રોયટર્સને આપેલા ઇન્ટરવ્યુંમાં હસીનાએ સંકેત આપ્યો છે કે બાંગ્લાદેશ પાછા ફરશે નહી અને ભારતમાં જ રહેશે. ચુંટણી પછી જે પણ સરકાર બનશે તેના શાસનકાળમાં બાંગ્લાદેશ આવશે નહી. શેખ હસીનાએ પોતાના કરોડો કાર્યકરોને આગામી ચુંટણીનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે પરંતુ ગત મે મહિનામાં  ચુંટણી આયોગે અવામી લીગનું રજીસ્ટ્રેશન રદ કરી નાખ્યું હોવાથી ચુંટણી લડી શકે તેમ નથી. બાંગ્લાદેશની વર્તમાન અંતરિમ સરકારે અવામી લીગને દેશની સુરક્ષા માટે ખતરારુપ ગણાવી છે.

અંતિમ સરકારના પ્રમુખ મોહમ્મદ યુનુસને અવામી લીગની તમામ ગતિવિધીઓ પર પ્રતિબંધ મુકાવી દીધો છે. બાંગ્લાદેશનું રાજકારણ છેલ્લા અઢી દાયકાથી બે મહિલાઓ વચ્ચે ચાલે છે. શેખ હસીનાની અવામી લીગ અને બેગમ ખાલીદા ઝીયાની બાંગ્લાદેશની નેશનલિસ્ટ પાર્ટી (બીએનપી) દેશની સૌથી મોટી પાર્ટીઓ છે. જો હસીનાની અવામી લીગ પાર્ટી ના લડે તો બીએનપીની જીતની શકયતા વધી થઇ જાય છે. જો કે ઇસ્લામિક પાર્ટી જમાતે ઇસ્લામી  પણ પોતાનું વજૂદ સાબીત કરવા મથશે. અવામી લીગના કેટલાક કાર્યકર્તાઓ માને છે કે તેમને છેવટે ચુંટણી લડવાની છુટ આપવામાં આવશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here