વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમે મળેલી ખાનગી બાતમીના આધારે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મોટરસાયકલ ચોરીના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને સુરત ખાતેથી ઝડપી પાડ્યો છે.

LCB ની ટીમે આરોપી રોહિતભાઈ વિજયભાઈ વસાવા (ઉં.વ. ૨૫, રહે. કામરેજ, સુરત) ને પાસોદરા, સુરત ખાતેથી પકડી પાડ્યો હતો. આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને તેને વધુ તપાસ અર્થે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવ્યો છે.

