વડોદરા પાસે હાઇવે પર ટ્રાફિકને કારણે અકસ્માતનો વધુ એક બનાવ બનતાં બેદરકારી પૂર્વક ડ્રાઇવિંગ કરનાર ટેમ્પો ચાલક સામે ગુનો નોંધાયો છે.

મકરપુરા રોડ પર આકાશગંગા સોસાયટીમાં રહેતા અને ખાનગી બેન્કમાં ફરજ બજાવતા મિત રોહિતે પોલીસને કહ્યું છે કે,ગઇરાતે હું મિત્રો સાથે જમીને કારમાં પરત ફરી રહ્યો હતો ત્યારે દરજીપુરા બ્રિજ ટ્રાફિક હોવાથી હું ધીરેધીરે આગળ જઇ રહ્યો હતો.
આ વખતે પાછળ આવતા ટેમ્પાના ચાલકે બેદરકારી પૂર્વક ડ્રાઇવિંગ કરીને મારી કાર સાથે પાછળથી અકસ્માત કરતાં મારી કાર આગળ ટ્રકમાં ભટકાઇ હતી.જેથી મારી પાછળ આવી રહેલા મિત્રોએ મને કારમાંથી બહાર કાઢ્યો હતો.મને ઇજાઓ થઇ હોવાથી ખાનગી હોસ્પિટલમાં લવાયો હતો.હરણી પોલીસે આ અંગે ટેમ્પા ચાલક રબિલ હક સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

