ડભોઇમાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી નિમિત્તે ડભોઇ શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે ડભોઇ-વડોદરા ભોગોળ (નાકા) પાસે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને કોંગ્રેસના અગ્રણી નેતાઓ અને કાર્યકર્તાઓએ ભાવપૂર્વક ફુલહાર અર્પણ કરીને તેમને યાદ કર્યા હતા.ભારત દેશના એકીકરણમાં સરદાર સાહેબનું યોગદાન માત્ર દેશમાં જ નહીં, પરંતુ વિદેશોમાં પણ સન્માનનીય છે. ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે તેમની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ સ્વરૂપે તેમનું સ્મરણ ચિરંજીવ કરાયું છે.

કોંગ્રેસ પક્ષને ગર્વ છે કે સરદાર વલ્લભભાઈ પટેલ જેવા કદાવર નેતાઓએ દેશ માટે અસંખ્ય બલિદાન અને કુરબાનીઓ આપીને ભારતનું નિર્માણ કર્યું હતું. તેમના દેશપ્રેમ, દૃઢ નિશ્ચય અને વહીવટી કુશળતાને બિરદાવવા માટે ડભોઇ કોંગ્રેસ દ્વારા તેમ જન્મજયંતિની આ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
મુખ્ય ઉપસ્થિતિ અને નેતૃત્વ:આ ગૌરવશાળી પ્રસંગે ડભોઇ કોંગ્રેસના મુખ્ય નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જેમણે સરદાર સાહેબના આદર્શોને અનુસરવાનો સંકલ્પ લીધો હતો
ડભોઇ શહેર અને તાલુકાના મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓસમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ સરદાર પટેલના જીવન અને કાર્યને યાદ કરી, રાષ્ટ્રીય એકતા જાળવી રાખવાના તેમના સંદેશને જન-જન સુધી પહોંચાડવાનો દૃઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
VADODARA : ફકીરા ખત્રી ડભોઈ

