જેતપુર સીટી પોલીસે પૂર્વ બાતમીના આધારે શહેરના મતવા શેરીમાં જાહેર રોડ પર વરલી મટકાના આંકડા લખતા એક શખ્સને રોકડ રૂપિયા તથા મોબાઈલ ફોન મળી કુલ ૧૭ હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. જ્યારે બીજા એકનું નામ ખુલતા શોધખોળ હાથ ધરી છે.
જેતપુર સીટી પોલીસ મથકના પીઆઈ એ.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના મનિષભાઈ વરૂ, ધવલભાઈ ગાજીપરા, હાર્દિકભાઈ ભીભા, લાલજીભાઈ સરકડીયા, પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ ચોક્કસ હકિકત આધારે મતવા શેરીમાં જાહેર રોડ પર વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી રાજ કનુભાઈ પરમાર રહે. બળદેવધાર જેતપુર વાળાને ઝડપી લઈ રોકડા રૂપિયા ૧૨.૧૭૦ તથા મોબાઈલ ફોન એક કિ.રૂ. ૫૦૦૦ મળી કુલ રૂપિયા ૧૭.૧૭૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
વધુમાં આરોપીએ વરલી મટકાના આ જુગારના કિસ્સામાં આરોપી નજીર ઉર્ફે નજલો ગનીભાઈ રફાઈ રહે.જેતપુર વાળાની સંડોવણી કબુલતા પોલીસે નજીરને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો રજીસ્ટર કર્યો હતો.
REPOTER : સુરેશ ભાલીયા જેતપુર

