VADODARA : ડભોઇમાં VIP મુવમેન્ટ પત્યા બાદ રખડતા ઢોરોનો ત્રાસ યથાવત: નગરજનોમાં રોષ

0
40
meetarticle

​ડભોઇ: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity – SOU) આગમનને લઈને ડભોઇ શહેરના નાનોદી ભાગોળ અને શિનોર ચોકડી સહિતના મુખ્ય માર્ગો પર ડભોઇ નગરપાલિકા દ્વારા રખડતા ઢોરોને હટાવવા માટે કર્મચારીઓનો ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જોકે, વડાપ્રધાનની મુલાકાત (31 ઓક્ટોબર) પૂર્ણ થતાં જ, બીજા જ દિવસે એટલે કે 1 નવેમ્બરથી પરિસ્થિતિ ‘જૈસે થે થઈ ગઈ છે.


​VIP માટે વ્યવસ્થા, આમ પ્રજા માટે બેદરકારી
​નગરજનોમાં એવી ચર્ચા અને રોષ જોવા મળી રહ્યો છે કે ડભોઇ નગરપાલિકા માત્રવીઆઇપી (VIP) લોકો અને નેતાઓની અવરજવર દરમિયાન જ સક્રિય બને છે.
​31 ઓક્ટોબરના રોજ: વડાપ્રધાનના પ્રવાસને ધ્યાનમાં રાખીને માર્ગ પરથી રખડતા ઢોરોને હટાવી દેવામાં આવ્યા હતા અને કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા.
​આજે 1 નવેમ્બરના રોજ: દરેક ચોકડીઓ પર રખડતા ઢોરોનો ત્રાસ ફરીથી શરૂ થઈ ગયો છે. પાલિકાના કર્મચારીઓ ક્યાંય નજરે પડતા નથી.સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, જો વીઆઇપી અને નેતાઓ માટે તાત્કાલિક ધોરણે કર્મચારીઓ મૂકીને ગાયોને હટાવી શકાતી હોય, તો શું સામાન્ય પ્રજાની સુખાકારી માટે પાલિકાને કોઈ પડી નથી આ બેવડા માપદંડના કારણે ડભોઇનગરપાલિકાની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.

અકસ્માતનો ભય અને જાનમાલનું જોખમ
​ડભોઇ-SOU માર્ગ એક મહત્વનો રાજ્ય ધોરીમાર્ગ છે. આ માર્ગ પર રખડતા ઢોરોને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને અકસ્માતનો ભોગ બનવું પડે છે. રખડતા ઢોરોના કારણે ગંભીર અકસ્માતો થયાના અને લોકોએ જીવ ગુમાવ્યાના કિસ્સા પણ અગાઉ નોંધાઈ ચૂક્યા છે.

નગરપાલિકા દ્વારા જો આ સમસ્યાનો કાયમી અને નક્કર ઉકેલ લાવવામાં ન આવે, તો પ્રજાનો આ રોષ વધુ ઉગ્ર બની શકે છે. નગરપાલિકાએ માત્ર વીઆઈપી નહીં, પરંતુ દરેક નાગરિકની સલામતીને પ્રાથમિકતા આપીને રખડતા ઢોરોની સમસ્યા પર કાયમી નિયંત્રણ લાવવું જરૂરી છે.

REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here