9/11 અમેરિકાના ટ્વીન ટાવર પરનો આતંકી હુમલો અમેરિકાના ઇતિહાસનો સૌથી મોટો આતંકી હુમલો માનવામાં આવે છે, હજારો લોકો મોતને ભેટ્યા. આ મૃતકોને શ્રદ્ધાંજલિ આપતું ન્યુ જર્સીમાં એક ખાસ સ્ટીલની દિવાલનું મેમોરિયલ વોલ બનાવવામાં આવી છે.
9/11 અમેરિકાના ટ્વીન ટાવર પરનો આતંકી હુમલો અમેરિકાના ઇતિહાસનો સૌથી મોટો આતંકી હુમલો માનવામાં આવે છે, હજારો લોકો મોતને ભેટ્યા. આ મૃતકોને શ્રદ્ધાંજલિ આપતું ન્યુ જર્સીમાં એક ખાસ સ્ટીલની દિવાલનું મેમોરિયલ વોલ બનાવવામાં આવી છે. સ્ટીલની દીવાલથી બનાવવામાં આવેલું મેમોરીયલ, New Jerseyના લિબર્ટી સ્ટેટ પાર્કમાં આવેલું છે. “મેમોરિયલ વોલ” નો ઉલ્લેખ સામાન્ય રીતે Empty Sky 9/11 મેમોરિયલ તરીકે થાય છે, આ સ્મારકને 10 સપ્ટેમ્બર, 2011ના રોજ નાગરિકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું.

બે લાખ ટન લોખંડનો ઉપયોગ કરીને બનાવાઇ છે દિવાલ
મેમોરિયલ બે સમાંતર સ્ટેન્લેસ સ્ટીલની દિવાલથી બનાવેલું છે, જે વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વિન ટાવર્સના દરેક પાસાના લંબાઈ જેટલી લાંબી છે. સ્ટીલના મેમોરિયલની બિલકુલ આગળના ભાગમાં ટ્વીન ટાવર નો કાટમાળ મૂકવામાં આવ્યો છે, આવા અસંખ્ય લોખંડી ગર્ડરોથી બંને ટાવર બનાવવામાં આવ્યા છે.સૌથી મહત્વની વાત એ છે આ મેમોરિયલ વોલ તૈયાર કરવા માટે બે લાખ ટન લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
9/11 હુમલામાં માર્યા ગયેલા લોકોને વોલ દ્વારા અપાઇ શ્રદ્ધાજંલિ
11 સપ્ટેમ્બર 2001 ના રોજ વર્લ્ડ ટ્રેડ સેન્ટર તરીકે ઓળખાતા નોર્થ ટાવર અને સાઉથ ટાવરમાં વિસ્ફોટકોથી ભરેલા પ્લેન આતંકવાદીઓએ ટકરાવી દીધા. બંને ટાવરમાં પ્લેન અથડાતાની સાથે જબરજસ્ત વિસ્ફોટ થયો, અને લોખંડી સ્ટ્રક્ચર ધરાવતા બિલ્ડીંગો એર ફ્યુઅલ અને વિસ્ફોટકોની આગમાં પીગળવા લાગ્યાં. 110 માળની બંન્ને બિલ્ડીંગો હતી, તે પૈકી નોર્થ ટાવરની ઊંચાઈ હતી 1368 ફૂટ અને સાઉથ ટાવરની ઊંચાઈ હતી 1362 ફૂટ.
મેમોરિયલ વોલ શોક અને આશાનું પ્રતીક
11 સપ્ટેમ્બર, 2001ના આ આતંકી હુમલામાં કુલ 2977 લોકોના મોત થયા હતા, જે પૈકી ન્યુ-જર્સીના 746 નાગરિકોના નામ મેમોરિયલમાં સમર્પિત છે. લિબર્ટી સ્ટેટ પાર્ક ન્યુ જર્સી રાજ્યનું એક મહત્વપૂર્ણ પાર્ક છે, જર્સી સિટીમાં Upper New York Bay પર તે આવેલું છે.સ્ટીલની દિવાલ પર ન્યુ જર્સીના નાગરિકોના નામ લખવામાં આવ્યાં છે, જેમાં ન્યુ જર્સીમાં રહેતા અથવા તેની સાથે જોડાયેલા લોકોનો સમાવેશ થાય છે. દિવાલ વચ્ચે એક પાથ છે જેની વચ્ચે ચાલીને લોકો મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. સ્ટીલની દિવાલ દિવસના પ્રકાશમાં બદલાતા રંગોને પ્રતિબિંબિત કરે છે, જે શોક અને આશાનું પ્રતીક છે.
આ પાર્ક લિબર્ટી આઇલેન્ડ (Statue of Liberty) અને એલિસ આઇલેન્ડ (Ellis Island) પાસે આવેલું છે, વિશ્વવિખ્યાત મેનહેટન સ્કાયલાઇનના અદ્ભુત દૃશ્યો જોવા મળે છે. 1,212 એકરમાં ફેલાયેલું લિબર્ટી સ્ટેટ પાર્ક, ન્યુ જર્સી રાજ્યનું સૌથી મોટું શહેરી વિસ્તારમાં આવેલું પાર્ક છે. જેમાં પિકનિક એરિયા, રમતના મેદાનો અને લિબર્ટી વોક જેવા માર્ગોનો સમાવેશ થાય છે.

