દાણીલીમડામાં રોડ ક્રોસ કરતા યુવકને બીઆરટીએસના ડ્રાઇવરે ટક્કર મારતા મોત થયું હતું. ઉત્તર પ્રદેશથી રોજગારી માટે આવેલો શાકભાજી લેવા જતો અને અકસ્માત થતાં માથા સહિત શરીરે ગંભીર ઇજા થતાં સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શ્રમજીવી યુવક શાકભાજી લેવા જતા બસની ટક્કરથી માથા સહિત શરીરે ગંભીર ઇજાથી સ્થળ પર મોત
ઉત્તર પ્રદેશના વતની અને દાણીલીમડામાં રહેતા યુવક ગઇકાલે રાતે દાણીલીમડામાં ખોડિયારનગર ખાતે શાકભાજી લઇને પરત ઘરે પગપાળા જતા હતા. સમયે ખોડિયારનગર બીઆરટીએસ રોડની અંદરથી પસાર થઇ રહ્યા હતા.
રોડ ક્રોસ કરી રહ્યા હતા જ્યાં પૂરઝડપે આવી રહેલી બીઆરટીએસના ડ્રાઇવરે યુવકને ટક્કર મારતાં માથા સહિત શરીરે ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટના અંગે ટ્રાફિક કે ડિવિઝન પોલીસે ડ્રાઇવર સામે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

