SURAT : પાલિકા તંત્ર હજી વેકેશન મોડ પર હોવાથી રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય

0
43
meetarticle

દિવાળી પહેલા સુધી સુરતમાં વરસાદના કારણે અનેક રસ્તાઓ બિસ્માર થયા હતા અને સુરતીઓની હાલત કફોડી થઈ ગઈ હતી. જોકે, દિવાળીનો તહેવાર પૂરો થઈ ગયો છે. પરંતુ કમોસમી વરસાદના કારણે સુરતમાંથી હજી ખાડાનો તહેવાર પુરા થવાનું નામ લેતો નથી. દિવાળી બાદ પણ કમોસમી વરસાદ ચાલુ રહેતા શહેરના અનેક વિસ્તારના રસ્તાઓ તૂટી ગયાં છે જ્યાં વાહન ચાલકોએ વાહન ચલાવવા માટે મુશ્કેલી પડી રહી છે. શહેરમાં અનેક વિસ્તારમાં ખાડા છે પરંતુ પાલિકા તંત્ર હજી વેકેશન મોડમાં છે તેથી સુરતીઓ ત્રાહિમામ થઈ રહ્યાં છે. 

સમુદ્રમાં થયેલા ડિપ્રેશનના કારણે પડી રહેલો વરસાદ અનેક વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને મુશ્કેલી પડી રહી છે. હવે દિવાળી બાદ પણ ચાલુ રહેલા વરસાદના કારણે સુરતીઓના માથા નવી આફત આવી ગઈ છે. હાલ પડી રહેલા વરસાદના કારણે ફરીથી શહેરના અનેક રસ્તાઓ પર ખાડા પડી ગયા છે. શહેરના કેટલાક વિસ્તારોમાં તો એવા ખાડા છે કે વાહન ચાલકોએ વાહન ચલાવવા માટે પડકાર બની રહ્યો છે અને રાહદારીઓ માટે પણ મુશ્કેલી વધી રહી છે. શહેરના અન્ય વિસ્તાર સાથે લિંબાયતમાં ગોવિંદ નગરના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં તો રસ્તા પર ખાડા છે કે ખાડા વચ્ચે રસ્તો છે તે કહેવું મુશ્કેલ બની ગયું છે. હાલ વરસાદ હોવાથી પાણીનો ભરાવો થયો છે તેથી વાહન ચાલકોને ખાડાનો અંદાજ આવતો નથી અને અનેક વાહનો ખાડામાં પડે છે.

દિવાળી પુરી થઈ અને દેવ દિવાળી આવી ગઈ છે તેમ છતાં પાલિકા તંત્ર હજી વેકેશન મોડમાં હોય તેવું લાગી રહ્યું છે. અનેક લોકો રસ્તા પર પડેલા ખાડાથી ત્રાહિમામ છે અને તંત્ર હજી ખાડા પુરવાની કામગીરી કરતું ન હોવાથી વાહનચાલકો સાથે રાહદારી અને આસપાસના લોકોની હાલત કફોડી થઈ રહી છે. તેના કારણે હાલ પાલિકા તંત્ર ત્વરિત ખાડા પુરે અને રસ્તા રીપેર કરે તેવી માંગણી લોકો કરી રહ્યા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here