સૌરાષ્ટ્રમાં બે દિવસથી વરસાદનો એકંદર વિરામ થતા અને ઉઘાડ નીકળતા માર્કેટ યાર્ડોમાં આજે વિવિધ જણસીઓની આવકમાં મોટો વધારો થયો હતો. ખરીફ ઋતુમાં એટલે કે ચોમાસા દરમિયાન સૌરાષ્ટ્રના 37 લાખ હેક્ટરમાં પેદા થયેલો કૃષિપાક બજારમાં ઠલવાવા લાગ્યો છે.

રાજકોટ યાર્ડના સૂત્રો અનુસાર શનિવારે 950 થી વધુ વાહનોમાં 70,000 મણથી વધુ માલ ઠલવાયો હતો. આજે 100 વાહનો વધીને 1050 વાહનોની લાંબી કતારો લાગી હતી જેમાં 20,000 મણ મગફળી, 18,000 મણ સોયાબીન, 20,000 મણ કપાસ, 7,000 મણ ચણા, 10,000 મણ સિંગફાડા, ઉપરાંત આશરે પાંચ-પાંચ હજાર ટન ઘંઉ, મગ, તલ, અડદ ઉપરાંત 3,000 મણ લસણની આવક નોંધાઈ હતી. યાર્ડમાં મગફળી,કપાસ સહિતના ભાવો સ્થિર રહ્યા છે.ખેડૂતોને કમોસમી માવઠાંથી પારાવાર નુક્સાનીમાં હજુ સરકારી સહાય ક્યારે મળશે અને કેટલી મળશે તે સવાલ છે ત્યારે ખુલ્લા બજારમાં નીચા ભાવે પણ માલ વેચીને ખેડૂતો ટેકો મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે મગફળીનો વિક્રમજનક અંદાજે 66 લાખ ટન પાક ઉતર્યો છે અને સોયાબીન સહિતનો પાક પણ સારો થયો છે. હજુ ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ નથી

