GUJARAT : આજથી 2 દિવસ ઓખા ટ્રેન દ્વારકા રેલવે સ્ટેશન સુધી જશે

0
59
meetarticle

આવતીકાલથી બે દિવસ ભાવનગરથી ઓખા જતી ટ્રેન દ્વારકા રેલવે સ્ટેશન સુધી જ જશે. ઓખાથી ભાવનગર આવતી ટ્રેન પણ દ્વારકા સ્ટેશનથી ઉપડશે.

રેલવે પ્રશાસન દ્વારા ઓખા સ્ટેશન પર એલ.સી. નં.૩૧૩ના એલ.એચ.એસ. પર તા.૫-૧૧ અને તા.૬-૧૧ના રોજ ગર્ડર લોન્ચિંગનું જરૂરી ઈજનેરી કાર્ય હાથ ધરવામાં આવનાર હોવાથી કેટલીક ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ અને શોર્ટ ઓરિજિનેટ કરવામાં આવી છે. જેના કારણે તા.૪-૧૧ અને તા.૫-૧૧ની ભાવનગર-ઓખા એક્સપ્રેસ ટ્રેન દ્વારકા સ્ટેશન સુધી જ જશે. એ જ રીતે તા.૫-૧૧ અને તા.૬-૧૧ની ઓખા-ભાવનગર એક્સપ્રેસ દ્વારકા સ્ટેશનથી ઉપડી આવનાર આવશે તેમ વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે જણાવ્યું હતું.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here