KHEDA : રખડતા ઢોરને બચાવવા જતાં એસટી બસ ડિવાઈડર પર ચઢી ગઈ

0
38
meetarticle

ખેડા જિલ્લામાં નડિયાદ- રામનગર તરફ પેસેન્જર ભરીને જઈ રહેલી નડિયાદ ડેપોની એસટી બસને નડિયાદ-સલુણ રોડ પર ગંભીર અકસ્માત નડયો હતો. રસ્તા પર અચાનક આવી ગયેલા રખડતા ઢોરને બચાવવાના પ્રયાસમાં બસ ડિવાઇડર પર ચઢી જતાં ગભરાટ ફેલાયો હતો. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને ડ્રાઇવરની સમય સૂચક્તાના કારણે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે.

નડિયાદથી રામનગર તરફ જઈ રહેલી એસટી બસનો ચાલક મુસાફરો ભરીને બસ લઈને જઈ રહ્યો હતો. ત્યારે નડિયાદ-સલુણ રોડ પર આવેલા ગ્રાન્ડ ચેતક પાર્ટી પ્લોટ પાસે રસ્તા પર અચાનક આવી ગયેલા ઢોરને બચાવવા માટે એસટી બસના ડ્રાઈવરે તાત્કાલિક બ્રેક મારી હતી. જોકે, અચાનક બ્રેક મારવા છતાં ડ્રાઇવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બસ રોડ વચ્ચેના ડિવાઇડર પર ચઢી ગઈ હતી. બસમાં મોટી સંખ્યામાં પેસેન્જરો સવાર હતા, પરંતુ ડ્રાઇવરની સમયસૂચકતાને કારણે કોઈ મોટી જાનહાનિ કે ગંભીર ઈજા થઈ નથી. તમામ મુસાફરો હેમખેમ રહ્યા હતા. ઘટના બન્યા બાદ, એસટી બસના ચાલકે તાત્કાલિક નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં અકસ્માતની જાણ કરી હતી. જાણ થતાં જ પોલીસ ટીમ બનાવ સ્થળે દોડી ગઈ હતી અને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here