GUJARAT : બોડેલી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કુલ રૂપિયા ૭,૫૯,૬૮૦/- નો મુદ્દામાલ કબજે કર્યો.

0
34
meetarticle

વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ તથા છોટાઉદેપુર જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી ઈમ્તિયાઝ શેખના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં દારૂબંધીનો કડક અમલ થાય તે માટે સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

આજ રોજ બોડેલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી વિ.એસ. ગાવિત તથા સવેલન્સ સ્ટાફે ગુપ્ત બાતમીના આધારે ગજેન્દ્રપુરા ગામની સીમમાંથી સફેદ કલરની હ્યુન્ડાઇ વેન્યુ કાર (નં. GJ-06-PR-2578)માંથી ગેરકાયદેસર દારૂ ભરેલી મળતાં કાર્યવાહી હાથ ધરી.

પોલીસે કારમાંથી કિંગફિશર એક્સ્ટ્રા સ્ટ્રોંગ બીયર ટીન (૫૦૦ મી.લી.) નંગ-૩૧૨, મેજીક મોમેન્ટ્સ વોડકા ઓરેન્જ (૧૮૦ મી.લી.) નંગ-૪૮૦ અને મેજીક મોમેન્ટ્સ વોડકા ગ્રીન એપલ (૧૮૦ મી.લી.) નંગ-૪૩૨ મળી આવી — કુલ નંગ ૧૨૨૪ બોટલ, કિંમત રૂપિયા ૨,૫૯,૬૮૦/-.

પ્રોહી મુદ્દામાલની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલ વેન્યુ કારની કિંમત રૂપિયા ૫,૦૦,૦૦૦/- ગણાતાં કુલ મુદ્દામાલની કિંમત રૂપિયા ૭,૫૯,૬૮૦/- થાય છે. ગાડીનો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો અને તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સારી કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓ:
૧. વિ.એસ. ગાવિત (પોલીસ ઇન્સપેક્ટર)
૨. એ.એસ.આઈ. દિનેશભાઇ બચુભાઇ (બ.નં. ૩૫૯)
૩. અ.હે.કો. હરેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ (બ.નં. ૦૮૯)
૪. અ.પો.કો. ઉત્પલભાઇ ચંદુભાઇ (બ.નં. ૦૧૭૮)
૫. અ.પો.કો. વિજયભાઇ મગનભાઇ (બ.નં. ૦૨૪૪)
૬. અ.પો.કો. યસરાજસિંહ જયવંતસિંહ (બ.નં. ૧૦૩૬)

બોડેલી પોલીસની આ સફળ કામગીરીથી દારૂબંધીના કાયદાનો અમલ વધુ મજબૂત બન્યો છે.

રીપોર્ટર :અંજુમ ખત્રી છોટાઉદેપુર

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here