આણંદ જિલ્લાના બોરસદમાં પી. ચંદ્રટાવર નજીક આવેલી ‘હેતવી સેલ્સ વાડીલાલ આઇસ્ક્રીમ’ની દુકાનમાં ચેઈન સ્નેચિંગની ઘટના બની હતી. ગ્રાહકના સ્વાંગમાં આવેલા એક અજાણ્યા શખ્સે દુકાનદાર ભાવિનકુમાર પટેલના ગળામાંથી આશરે ત્રણ તોલા વજનની સોનાની ચેઈન આંચકી લીધી હતી.

ઘટનાની વિગત મુજબ, આરોપીએ આઇસ્ક્રીમ લેવાના બહાને આવીને હિન્દીમાં વાત કરી હતી. જેવો દુકાનદાર આઇસ્ક્રીમ આપવા તૈયાર થયા, તે શખ્સે ધક્કો મારીને લોકેટ સાથેની સોનાની ચેઈન ઝૂંટવી લીધી હતી અને બહાર રાહ જોતા સાગરીતની મોટરસાયકલ પર બેસીને ફરાર થઈ ગયો હતો.
ભાવિનકુમાર પટેલે આ અંગે બોરસદ સિટી પોલીસ સ્ટેશનમાં બંને અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી વધુ તપાસ હાથ ધરી છે.
