જુનાગઢ જીલ્લાના વંથલી ફેમીલી કોર્ટના ભરણપોષણના કેસમાં ૬૯૦ દિવસની સજા વોરંટના છેલ્લા પાંચ મહિનાથી નાશતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી જેતપુર સીટી પોલીસ.

રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર તથા નાયબ પોલીસ અધિક્ષક રોહીતસિંહ ડોડીયા નાઓએ પેરોલ ફરાર, ફર્લો ફરાર, સજા વોરંટ તેમજ અલગ અલગ ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા સુચના આપેલ હતી. જે અંગે અમો પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી.પરમાર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ જેતપુર સીટી પોલીસની અલગ અલગ ટીમ બનાવી નાશતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હતા. તે દરમીયાન જેતપુર સીટી પો.સ્ટે.ના સર્વેલન્સ ટીમને હ્યુમન સોર્સ તથા ટેકનીકલ રીતે ખાનગી હકીકત મળેલ કે, વંથલી ફેમીલી કોર્ટના ફોજદારી પરચુરણ અરજીના કામે ભરણપોષણની રકમ રૂા.૧,૩૯,૦૦૦ તથા ૬૯૦ દિવસની સજા વોરંટ જારી કરેલ. જે સજા વોરંટનો આરોપી સાજીદભાઈ અલ્લારખાભાઈ કાથરોટીયા હાલ રહે જેતપુર, નાનાચોક, તકીયામાં આવેલ હોવાની હકીકત આધારે આરોપીને પકડી પાડી સજાની અમલવારી માટે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપેલ છે.
આ કામગીરીમાં સીટી પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડીપરમાર તથા એ.એસ.આઇ. ભાવેશભાઇ ચાવડા તથા મિલનસિંહ ડોડીયા તથા પો. હેડ કોન્સ. સાગરભાઈ મકવાણા તથા તથા રાણાભાઈ વકાતરા પો.કોન્સ. શક્તિસિંહ ઝાલા તથા લાખુભા રાઠોડ તથા ભગીરથસિંહ જાડેજા તથા પ્રદિપભાઇ આગરીયા જોડાયા હતા.

