બ્રાંચ કેનાલ ધંધુકા ખાતે ડાયવર્ઝનની કામગીરીને લઈ આગામી તા. ૫ સુધી બોટાદ શહેરી વિસ્તારમાં પાણી વિતરણ કાર્ય બંધ રહેવા પામેલ છે. જ્યારે ઉપલબ્ધ જથ્થાનો કરકસરથી ઉપયોગ કરવા નગરપાલિકા દ્વારા તાકીદ કરાઈ છે.

બોટાદ શહેરને પાણી પુરવઠો પુરો પાડતી જીડબલ્યુઆઈએસ હસ્તકના નાવડા હેડ ક્વાટર્સ ખાતે ૩ નવેમ્બરથી બ્રાંચ કેનાલ ધંધુકા ખાતે ડાયવર્ઝનની કામગીરી હાથ ધરવામાં આવી હોવાથી બોટાદ શહેરમાં પાણી પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. જેને લઈ નગરજનોમાં કચવાટ ફેલાયો છે. જોકે આ કામગીરી આગામી ૫ નવેમ્બર સુધી ચાલનારી રહેશે. આ સાથે બોટાદ શહેરમાં નિયત સમયથી ત્રણ દિવસ પાણી વિતરણમાં વિલંબ સર્જાવાનું પણ નગરપાલિકાએ જાહેર કર્યું છે. જેથી તમામ નાગરિકોએ ઉપલબ્ધ પાણીના જથ્થાનો કરકસરથી ઉપયોગ કરવા બોટાદ નગરપાલિકા દ્વારા તાકીદ કરાઈ છે.

