VADODARA : શ્રમિકોને હટાવી લારી – ગલ્લા સહિતનો સામાન કોર્પોરેશને જપ્ત કર્યો

0
65
meetarticle

મ્યુ. કોર્પોરેશનની દબાણ અને સિક્યુરીટી શાખાની ટીમો દ્રારા શહે૨ના વિવિધ વિસ્તારમાં અડીંગો જમાવી બેઠેલા દબાણ કર્તાઓ સામે ઝુંબેશના ભાગરૂપે દબાણો દૂ૨ ક૨વામાં આવી રહ્યા છે.

શહેરના હરણી એરપોર્ટ સર્કલ પાસે, ફ્રીડમ પાર્ક ફતેગંજ બ્રીજ નીચે પેટ્રોલ પંપ સામે પથારાવાળાઓને તેમજ શ્રમિકોને દૂર કરી, પરચૂરણ સામાન જમા લીધો છે. હ૨ણી એરપોર્ટ સર્કલથી ખોડીયાર નગર સુધી નડતર રૂપ દબાણ દૂર કરી, શ્રમિકોને હટાવ્યા હતા. મિલન પાર્ટી પ્લોટ પાસેથી લારીઓ જપ્ત કરી હતી. સ૨દા૨ એસ્ટેટથી કમલાનગર તળાવ થઈ આજવા ચોકડી સુધી શ્રમિકોને હટાવ્યા હતા. કમલા નગર તળાવ પાસેથી લારી તથા પગ રિક્ષા કબ્જે કરી હતી. યુસીડી સ્ટાફને સાથે રાખીને યોગ સર્કલ , ચકલી સર્કલ અટલ બ્રીજ , રાત્રી બજાર ,અમિત નગર , ગેંડા સર્કલ, અમિત નગ૨, જીએસટી ભવન ખાતેથી શ્રમિકોને હટાવ્યા હતા. તેમજ આજવા ચોકડી થી સરદાર એસ્ટેટ સર્કલ થી વૃંદાવન ચોકડીથી વાઘોડિયા ચોકડીથી અને પરીવાર સર્કલથી ગુરુકુળ સર્કલ સુધી શ્રમિકોને દૂર કરી પરચૂરણ સામાન જમા લીધો હતો. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here