જેતપુર સીટી પોલીસે ખાસ ડ્રાઇવ યોજી દારૂના ધંધાર્થી અને રોમીયાગીરી કરતા શખ્સો સામે લાલ આંખ કરી એક જ દિ’માં ૧૪ વ્યકિતઓ સામે ૧૦ ગુન્હો દાખલ કરી કાર્યવાહી કરી હતી.
રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જરાત તથા નાયબ પોલીસ અધિક્ષક રોહીતસિંહ ડોડીયા નાઓએ દારૂ પી દંગલ મચાવનાર તથા દારૂનું વેચાણ કરનાર અસમાજીક તત્વો તથા રોમીયોગીરી કરનાર તથા જાહેરમાં બખેડો કરનાર ઇસમો તથા ટ્રાફીકને અડચણરૂપ પાર્કિંગ કરનાર ઇસમ વિરૂધ્ધ કડક કાર્યવાહિ કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને જીલ્લ પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ જેતપુર શહેરમા સ્પે. ડ્રાઇવ યોજી ૧૫ વ્યકિતઓ સામે ગુન્હો દાખલ કરી કાર્યવાહી કરી હતી.

જેતપુર સીટી પોલીસે આરોપી સામે કાર્યવાહી કરેલ (૧) રાજરાણાભાઇ પરમાર રહે.ગોંદરા વિસ્તાર યુનાભઠ્ઠી પાસે જેતપુર, (દારૂનું વેચાણ કરનાર) (૨) રાહુલ ઉર્ફે પાટીયો દેવાભાઇ પરમાર રહે.દેરડીધાર જેતપુર, (દારૂનું વેચાણ કરનાર) (૩) પરેશ કેશુભાઇ મોરબીયા રહે-ડોબરીયા વાડી, અમરનગર રોડ,જેતપુર, (દારૂ પી દગલ મયાવનાર) (૪) સાગરઅમરશીભાઈ પરમાર રહે જનતાનગર જેતપુર (વ)નું વેચાણ કરનાર) (૫) કાસમમુસાભાઈ કુરેશી રહે. બોખલા દરવાજા જેતપુર. (રોમીયોગીરી કરનાર) (૬) જીવુબેન વા/ઓ હરસુખભાઇ ઉર્ફે ભોલીયો વાડદોરીયા રહે.જેતપુર, (દા)નું વેચાણ કરનાર) (૭) સોનલ ઉર્ફે મીનકી વા/ઓ ચંદુભાઇ પરમાર રહે ખીરસરા રોડ, જેતપુર, (દારૂનું વેચાણ કરનાર) (૮) હીરેન પ્રવીણભાઈ ભુવા રહે.જુનાગઢ, (ફૂ પી દંગલ મચાવનાર)(૯) જેનીશનરેન્દ્રભાઈ દોંગા રહે.જુનાગઢ. (તારૂ પી દંગલ મચાવનાર)(૧૦) અમીતકીશોરભાઇ દેવાંતકા રહે.ગુજરાતીની વાડી, જેતપુર, (જાહેરમાં બખેડી કરનાર) (૧૧) શાહિલ રહીમભાઇ બુધવાણી રહે. ધોરાજી રોડ, જેતપુર, (જાહેરમાં બખેડો કરનાર) (૧૨) અરબાજ હુશૈનમીયા બુખારી રહે.ઉપલેટા. (જાહેરમાં બખેડો કરનાર) (૧૩) રીયાજ ઉર્ફે લાલો ઓસમાનભાઇ સુરૈયા રહે,ઉપલેટા. (જાહેરમાં બખેડો કરનાર) તથા (૧૪) કીશન ચંદુભાઇ પરાલીયા રહે. જેતપુર (ટ્રાફીકને અડચણરૂપ પાકીંગ કરનાર) સામુ ગુન્હો દાખલ કરી કાર્યવાહી કરી હતી.
REPORTER : સુરેશ ભાલીયા જેતપુર

