AHMEDABAD : SMC એ ‘મહાદેવ બુક’ના નાસતા ફરતા મુખ્ય આરોપી જયસિંહ ચૌહાણને દુબઈ ભાગે તે પહેલા અમદાવાદ એરપોર્ટ પરથી દબોચી લીધો!

0
43
meetarticle


ગુજરાતમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટા-બેટીંગ દ્વારા આચરવામાં આવતા આર્થિક ગુનાઓ સામે ગુજરાત પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજ્ય, વિકાસ સહાય IPSની સૂચના અને નાયબ પોલીસ મહાનિરીક્ષક, SMC, નિર્લિપ્ત રાય IPSના સીધા માર્ગદર્શન હેઠળ માધવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર ઓનલાઈન સટ્ટા બેટીંગના ગુનાની તપાસ ચાલી રહી છે.


આ ગુનામાં નાસતો ફરતો મુખ્ય આરોપી જયસિંહ શકરાજી ચૌહાણ (રહે. અસારવા, અમદાવાદ શહેર)ને SMCએ ઝડપી લીધો છે. જયસિંહ ચૌહાણ એ આરોપી છે, જેણે મહાદેવ બુકના માલિક સૌરભ ઉર્ફે મહાદેવ ચંદ્રાકર પાસેથી ગેરકાયદેસર ઓનલાઈન જુગાર રમાડતી સાઇટની ફ્રેન્ચાઇઝી લીધી હતી.આરોપી જયસિંહ ચૌહાણ વિરુદ્ધ અગાઉથી લુક આઉટ સર્ક્યુલર (LOC) પ્રસિદ્ધ કરાવવામાં આવેલ હતો.


આજરોજ સવારે ૯:૪૦ કલાકે આરોપી ફ્લાઇટ નંબર EK 541 દ્વારા સરદાર વલ્લભભાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદથી દુબઈ (યુ.એ.ઈ.) ભાગી જવાની ફિરાકમાં હતો. જોકે, ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા તેને LOCને આધારે અટકાવીને તાત્કાલિક SMCની કચેરીને જાણ કરવામાં આવી હતી.
SMCની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીને એરપોર્ટ પરથી હસ્તગત કર્યો હતો અને તેને કચેરી ખાતે લાવીને તા. ૦૮/૧૧/૨૦૨૫ના રોજ ૧૫:૩૦ વાગે કાયદેસર રીતે ધરપકડ કરવામાં આવી હતી.ગુનામાં જુગારધારા કલમ-૪, ૫; ઈ.પી.કો. કલમ, આઈ.ટી. એક્ટ કલમ તથા ધી સીક્યુરીટી કોન્ટ્રેક્ટ રેગ્યુલેશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે.જયસિંહ ચૌહાણની ધરપકડ સાથે આ ગંભીર ઓનલાઈન સટ્ટા-બેટીંગના ગુનામાં અત્યાર સુધીમાં ઝડપાયેલા આરોપીઓની કુલ સંખ્યા ૩૮ થઈ છે. SMC દ્વારા આરોપીની સઘન પૂછપરછ અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here