એક સ્કુટર ચાલકને 2074400 રૂપિયાનો દંડ ફટકારતો મેમો આપવામાં આવ્યો છે. આ વાતથી યુવક સાથે સાથે સોશિયલ મીડિયા પણ આશ્ચર્યચકિત છે. આ ચલણ વિશે સાંભળીને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી છે.
હાલ ટૂવ્હિલર સામાન્ય જરૂરિયાત બની ગયા છે. જેમાં સ્કૂટર અને બાઈક લગભગ દરેક ઘરમાં જોવા મળે છે. નાના-મોટા કામ માટે અવરજવર કરવા માટે લોકો ટૂવ્હિલરનો ઉપયોગ કરતા હોય છે. સામાન્ય રીતે એક લાખ રૂપિયા સુધીમાં બજેટ અને માઈલેજવાળા ટૂવ્હિલર મળ છે. આ ટૂવ્હિલર ચલાવવા અને ટ્રાફિક નિયમન માટે સરકાર દ્વારા ઘણા નિયમો બનાવવામાં આવ્યા છે. જેના ઉલંઘ્ઘન પર દંડ, સજા કે બંનેની જોગવાઈ કરવામાં આવી છે. આવામાં તમને ટ્રાફિકના નિયમ તોડવા બદલ 20 લાખનો દંડ ફટકારવામાં આવે તો? આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશના મુઝ્ઝફરપુરથી સામે આવ્યો છે. જ્યાં એક ટૂવ્હિલર ચાલકને 20.74 લાખ રૂપિયાનો મેમો ફટકારવામાં આવ્યો છે.

આ ઘટના ઉત્તર પ્રદેશના મુઝ્ઝફરપુરની છે. જ્યાં એક સ્કુટર ચાલકને 2074400 રૂપિયાનો દંડ ફટકારતો મેમો આપવામાં આવ્યો છે. આ વાતથી યુવક સાથે સાથે સોશિયલ મીડિયા પણ આશ્ચર્યચકિત છે. આ ચલણ વિશે સાંભળીને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી છે. આ ઘટના 4 નેમ્બર સાંજની છે. જ્યારે એક વ્યક્તિ સ્કૂટર પર ગાંધી કોલોની ચોંકી વિસ્તારના રોડ પર નીકળ્યો હતો. જે દરમિયાન તે હેલ્મેટ વગર સ્કૂટર ચલાવતો જોવા મળ્યો હતો, જે કારણે ટ્રાફિક પોલીસે તેને અટકાવ્યો હતો. તેની પાસે લાઈસન્સ અને ગાડીના કાગળ પણ ન હતા. આવામાં નિયમો અનુસાર તેને મેમો આપવામાં આવ્યો હતો. જ્યારે આ વ્યક્તિએ મેમોની કોપી જોઈ તો તે ચોંકી ઉઠ્યો હતો. આ મેમામાં દંડની રકમ 2074400 રૂપિયા હતી.
જે બાદ ગણતરીની કલાકોમાં આ મેમાનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં લોકો અલગ અલગ રીતે પોતાના અભિપ્રાયો આપતા જોવા મળ્યા હતા. એક યુઝરે લખ્યું કે, શું સ્કૂટર ચલાવવા માટે કરોડપતિ હોવું જરૂરી છે? અન્ય યુઝરે લખ્યું કે, આટલું ચલણ તો મોટી અને મોંઘી ગાડીનું પણ નથી હોતું. આ ઘટના પર લોકો વિવિધ પ્રકારના મીમ બનાવીને સિસ્ટમ એરર જણાવી મજા લેતા જોવા મળ્યા હતા.
આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થતા ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ સુધી આ વાત પહોંચી હતી. તેમણે તાત્કાલિક તપાસનો હુકમ કર્યો. તપાસમાં સામે આવ્યું કે, આ એક સિસ્ટમ એરર છે, જાણીજોઈને કરેલી ભૂલ નથી. સબ ઈન્સ્પેક્ટર દ્વારા મોટર વ્હિકલ એક્ટની કલમ ખોટી રીતે દાખલ કરી હતી. જે કારણે તે 207 ચલણની રકમની આગળ આવી ગઈ. જે કારણે આ રકમ 20 લાખ સુધી પહોંચી ગઈ હતી. ભૂલ સમજાતા આ ચલણની રકમ 4 હજાર કરી દેવામાં આવી છે. જે કારણે સ્કૂટર ચાલકે રાહતનો શ્વાસ લીધો હતો. આ મામલે પોલીસ અધિકારી દ્વારા સંબંધિત ટ્રાફિક પોલીસ કર્મચારી પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે.
પોલીસ અધિકારીના જણાવ્યા હતું કે, આ એક ટાઈપિંગ એરર હતી. આ સિસ્ટમની ઓટોમેટિગ એન્ટ્રીને ફાઈન અમાઉન્ટમાં જોડી દીધું હતું. જોકે, આ ભૂલ સમજાયા બાદ ચલણને ઠીક કરી દેવામાં આવ્યું છે. આ સાથે સંબંધિત પોલીસ કર્મચારીને સાવચેત રહેવા અને આગામી સમયમાં આવી ભૂલ ન થાય તે માટે ચેતવણી આપવામાં આવી છે.

