આજના સમાચારોમાં બોલીવુડ સુપરસ્ટાર ધર્મેન્દ્ર છવાયેલા છે. જેનું કારણે તેમની નાદુરસ્ત તબિયત અને તેમના મોતની અફવા છે. આ વચ્ચે હોલીવુડ સુપરસ્ટાર જેકી ચેનના મોતની અફવા ફેલાતા સોશિયલ મીડિયા પર હાહાકાર મચી ગયો છે.
આજના સમાચારોમાં બોલીવુડ સુપરસ્ટાર ધર્મેન્દ્ર છવાયેલા છે. જેનું કારણે તેમની નાદુરસ્ત તબિયત અને તેમના મોતની અફવા છે. આ વચ્ચે હોલીવુડ સુપરસ્ટાર જેકી ચેનના મોતની અફવા ફેલાતા સોશિયલ મીડિયા પર હાહાકાર મચી ગયો છે. ધર્મેન્દ્રના મોતની અફવાને હેમા માલીનીએ રદિયો આપ્યો હતો અને કહ્યું કે, તેમની હાલત સ્થિર છે, તેમના વિશે ખોટી અફવા ન ફેલાવો. જેકી ચેનના મોતની અફવા સાથે એક જૂનો ઈજાગ્રસ્ત હાલતમાં જેકી ચેનનો ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે.
હોલીવુડ અભિનેતા જેકી ચેનના મોતના સમાચારો સતત વાયરલ થઈ રહ્યા હતા. આ વચ્ચે ફેન્સ દ્વારા આવી અફવા ફેલાવનારા લોકોની ક્લાસ લેવામાં આવી છે. ફેન્સે જણાવ્યું કે, તેઓ એકદમ સ્વસ્થ છે. ભગવાને તેમને લાંબી ઉંમર આપે. આવી ખોટી અફવા ફેલાવાનું બંધ કરો. આ સાથએ તેમણે અફવાના સમાચારો ન ફેલાવા વિનંતિ પણ કરી છે.

ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા પર અચાનક એક પોસ્ટ વાયરલ થઈ હતી. જેમાં જેકી ચેનના નિધનના સમાચારનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પોસ્ટમાં લખ્યું હતું કે, 71 વર્ષની ઉંમરે જેકી ચેનનું નિધન થયું છે. તેમના મોતનું કારણ વર્ષે જૂની ઈજા છે. આ સાથે અન્ય એક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, લાંબી બિમારી બાદ જેકી ચેનનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થયું છે. જે બાદ સોશિયલ મીડિયા પર હોબાળો મચ્યો હતો.
આ પોસ્ટ ફેલાવાના કારણે ફેન્સ રોષે ભરાયા હતા. આ સામે ફેન્સે ફેક ન્યૂઝ ન ફેલાવવા માટે જણાવ્યું હતું. હોલીવુડ એક્શન સુપરસ્ટાર જેકી ચેનની મોતની અફવા ફેલાવનારા લોકોની ક્લાસ તેમના ફેન્સ દ્વારા લેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2015માં પણ જેકી ચેનના મોતના સમાચાર વહેતા થયા હતા. આ પોસ્ટ અંગે જેકી ચેને જણાવ્યું હતું કે, હું ખુદ પણ આ સમાચારોથી વ્યથિત છું.
આજે સવારે ધર્મેન્દ્રનું નિધન થયું હોવાના સમાચાર સોશિયલ મીડિયાથી લઈને મોટા સમાચાર પ્લેટફોર્મ પર ફેલાયા હતા. જે કારણે બોલીવુડમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, બાદમાં ધર્મેન્દ્રની પત્ની હેમા માલિની રોષે ભરાઈ હતી. તેમણે પોતાના ઓફિશિયલ એક્સ અકાઉન્ટ પર પોસ્ટ શેર કરતા લખ્યું કે, અફવા ન ફેલાવો, ધર્મેન્દ્ર હજૂ જીવે છે.

