SURAT : ડાંગ જિલ્લા ખાતે રેન્જ આઈ.જી. શ્રી પ્રેમવીર સિંહ દ્વારા વાર્ષિક ઈન્સ્પેક્શન

0
37
meetarticle

સુરત રેજ આઈ જી પ્રેમવીર સિંહ (IPS), સુરત વિભાગ, સુરત દ્વારા ડાંગ જિલ્લામાં વાર્ષિક ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. આ નિરીક્ષણ દરમિયાન અનેક મહત્વના કાર્યક્રમો યોજાયા હતા.સર્વપ્રથમ, પોલીસ પરેડ ગ્રાઉન્ડ આહવા ખાતે સેરિમોનિયલ પરેડનું નિરીક્ષણ રેન્જ આઈ.જી. સિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, પ્રશંસનીય કામગીરી કરનાર ડાંગ જિલ્લાના પોલીસ અધિકારીઓ/કર્મચારીઓને પ્રશંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.


મુખ્ય આકર્ષણરૂપ “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ પોલીસ તાલીમ ભવન ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ ડાંગ અને વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા C.E.I.R. પોર્ટલ પર ટ્રેસ થયેલા ૧૭ મોબાઈલ ફોન (કિંમત ₹૨,૫૧,૭૮૯/-) તેમના મૂળ અરજદારોને પરત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, સાયબર ક્રાઈમ ફ્રોડનો ભોગ બનેલા વ્યક્તિઓની તપાસ કરીને તેમને ફ્રોડમાં ગયેલ કુલ ₹૧,૧૪,૧૨૬/- ની રકમ પણ પરત કરવામાં આવી હતી.ઈન્સ્પેક્શનના ભાગરૂપે, પ્રજાજનો, ગામ આગેવાનો અને પત્રકાર મિત્રો સાથે લોકસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. પોલીસ અધિકારીઓ/કર્મચારીઓ માટે પોલીસ સંમેલન પણ યોજાયું હતું. અંતે, પોલીસ અધિક્ષકશ્રીની કચેરી ખાતે રેન્જ આઈ.જી.ની ઉપસ્થિતિમાં ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here