ભુજની હોટલ જનતાઘરમાંથી 3 કાશ્મીરી ઝડપાતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઇ ગઇ છે. દિલ્હી વિસ્ફોટ બાદ દેશમાં આતંકવાદી કાવતરું રચનાઓ સામે ઉંડી તપાસ શરુ કરાઇ છે અને કચ્છ સરહદી જિલ્લો હોવાથી પોલીસ પણ વાહન ચેકીંગ અને હોટલોમાં તપાસ કરી રહી છે ત્યારે આ 3 કાશ્મીરી ભુજ કેમભુજની હોટલ જનતાઘરમાંથી 3 કાશ્મીરી ઝડપાતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઇ ગઇ છે. દિલ્હી વિસ્ફોટ બાદ દેશમાં આતંકવાદી કાવતરું રચનાઓ સામે ઉંડી તપાસ શરુ કરાઇ છે અને કચ્છ સરહદી જિલ્લો હોવાથી પોલીસ પણ વાહન ચેકીંગ અને હોટલોમાં તપાસ કરી રહી છે ત્યારે આ 3 કાશ્મીરી ભુજ કેમ આવેલા હતા તેની તપાસ શરુ કરાઇ છે.

ભુજ પોલીસે હોટલ જનતાઘરમાં તપાસ દરમિયાન 3 કાશ્મીરી ઝડપાયા છે. તપાસમાં જણાયું છે કે જમ્મુ કાશ્મીરની વ્યક્તિના નામે રૂમ બુક કરાયો હતો. પોલીસે હોટલની રુમમાંથી એક મહિલા સહિત ત્રણ લોકોની અટકાયત કરીને પૂછપરછ શરુ કરી છે.ભૂજ પોલીસે આ મામલે જમ્મુ કાશ્મીર પોલીસનો પણ સંપર્ક કર્યો છે અને મદદ મેળવી છે. હાલ પોલીસે હોટલ માલિક પિતા પુત્ર જનક ભાટીયા અને વિનય જનક ભાટીયા સામે ગુનો નોંધ્યો છે અને ઝડપાયેલા ત્રણેય કાશ્મીરીઓની પૂછપરછ આદરી છે.
પોલીસે જણાવ્યું કે આ આરોપીઓએ પોતાની હોટલના રજિસ્ટરમાં જમ્મુ કાશ્મીરના ઝાંગલીમાં રહેતા જમીલ અહમદખાન અબ્દુલ મજીદખાનના નામે રુમ બુક કરેલી હતી પોલીસે રુમમાં તપાસ કરતાં રુમમાંથી એક મહિલા અને બે પુરુષ મળી આવ્યા હતા જેથી એક વ્યક્તિની જ હોટલ રજિસ્ટરમાં નોંધ કરાયેલી હોવાથી પોલીસે હોટલ માલિક સામે જાહેરનામા ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો
ત્રણેય કાશ્મીરી 1 નવેમ્બરથી હોટલના રુમમાં રોકાયેલા હતા. પોલીસે જણાવ્યું કે છેલ્લા 10 દિવસથી ત્રણેય ચંદો ઉઘરાવવા માટે ભુજ આવેલા હોવાની પ્રાથમિક પૂછપરછમાં માહિતી જાણવા મળી છે. પોલીસ ત્રણેયના આધારે પુરાવા પણ ચકાસી રહી છે.
