ENTERTAINMENT : કોણ છે ભારતની એ ધનવાન એક્ટ્રેસ, જેની સામે સલમાન-આમીર પણ કંઈ નથી!

0
38
meetarticle

આ અભિનેત્રી બીજી કોઈ નહીં પણ જુહી ચાવલા છે, જે છેલ્લા 39 વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ભાગ છે. આજે 13 નવેમ્બરે જુહીનો 58મો જન્મદિવસ છે. ત્યારે જણાવી દઈએ કે હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2025 મુજબ, જુહી પાસે કુલ 7,790 કરોડ રૂપિયાની સંપત્તિ છે. જ્યારે સલમાનની કુલ સંપત્તિ આશરે 2,900 કરોડ રૂપિયા છે, જ્યારે આમિર પાસે 1,800 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. આનો અર્થ એ થયો કે જો સલમાન અને આમિરની સંપત્તિને ભેગી કરી દેવામાં આવે તો પણ તેઓ અમીરીના મામલે જુહી ચાવલા કરતાં ઘણા પાછળ છે. ચાલો જાણીએ આજે બર્થડે ગર્લના અંગત જીવનની જાણી-અજાણી વાતો.

જુહી ચાવલાનો જન્મ 13 નવેમ્બર 1967ના રોજ હરિયાણાના અંબાલામાં થયો હતો. તેને બાળપણથી જ મોડેલિંગ અને અભિનયમાં રસ હતો. 17 વર્ષની ઉંમરે, તેણે મિસ ઇન્ડિયાનો ખિતાબ જીતીને બધાનું ધ્યાન ખેંચ્યું. મિસ ઇન્ડિયા જીત્યા પછી, તેને ફિલ્મોની ઓફર મળવા લાગી. જુહીએ 1986માં ફિલ્મ સલ્તાનતથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી. ફિલ્મ ફ્લોપ રહી, છતાં જુહીએ હાર ન માની. આ પછી, તેને થોડા સમય માટે સાઉથની ફિલ્મોમાં કામ કર્યું. ત્યાં અનુભવ મેળવ્યા પછી, તે બોલીવુડમાં પાછી ફરી. તેને ખરી સફળતા ફિલ્મ “કયામત સે કયામત તક” થી મળી, જેમાં તેની સાથે આમિર ખાન પણ હતા. આ ફિલ્મે જુહીને રાતોરાત સ્ટાર બનાવી દીધી.

આ પછી, જુહીએ ઘણી હિટ ફિલ્મો આપી, જેમાં પ્રતિબંધ, બોલ રાધા બોલ, આઈના, ઈશ્ક, હમ હૈ રાહી પ્યાર કે અને ડર જેવી ફિલ્મો સામેલ છે. તેની ફિલ્મોમાં તેનું સ્મિત અને ચુલબુલી અદાઓથી દર્શકો પ્રભાવિત થયા. જુહીએ કોમિક રોલ્સમાં પણ પોતાની પ્રતિભા દર્શાવી. મિસ્ટર એન્ડ મિસિસ ખિલાડી, દીવાના મસ્તાના અને યસ બોસ જેવી ફિલ્મોમાં તેના કોમિક ટાઈમિંગની ખૂબ પ્રશંસા કરવામાં આવી.

જુહીનું અંગત જીવન પણ ખૂબ રસપ્રદ રહ્યું છે. તેની તેના પતિ જય મહેતા સાથે પહેલી મુલાકાત 1992માં થઈ હતી, જ્યારે તે અનિલ કપૂર સાથે ફિલ્મ કારોબારનું શૂટિંગ કરી રહી હતી. તે સમયે, જય મહેતાની પત્નીનું વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું. શરૂઆતમાં, જુહી અને જય ફક્ત મિત્રો હતા, પરંતુ ધીમે ધીમે તેમની મિત્રતા ગાઢ બનતી ગઈ. જુહીએ જયને તેની પહેલી પત્નીના મૃત્યુના દુઃખથી બહાર આવવામાં મદદ કરી. બાદમાં તેઓએ 1995માં લગ્ન કરી લીધા. તેમને બે સંતાન છે, દીકરી જાહ્નવી અને દીકરો અર્જુન.

જ્યારે જુહી ચાવલા જય મહેતા સાથે લગ્ન કરવાના હતા, ત્યારે તેના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. લગ્નના કાર્ડ વહેંચાઈ ગયા હતા, દેશ-વિદેશથી મહેમાનો આવવાના હતા, હજારો લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ લગ્ન પહેલા, જુહી ચાવલાની માતાનું અવસાન થઈ ગયું, ત્યારે જુહી ભાંગી પડી. ત્યારે તેની સાસુએ તેને સંભાળી અને કહ્યું કે જો ધામધૂમથી લગ્ન ન કરવા હોય તો નહીં કરીએ. જો કરિયર પર ધ્યાન આપવું હોય, તો એ કર. જે તને ખુશ કરે છે તે કર. કારણ કે તું મારી દીકરી છે, મારી વહુ નહીં. આમ, જુહી ચાવલાના લગ્ન ધામધૂમથી નહીં, પરંતુ સાદાઈથી થયા હતા. જુહી ચાવલા કહે છે કે તે તેની સાસુ નહીં પણ બીજી માતા છે.

જુહી ચાવલાએ તેની કારકિર્દી દરમિયાન અસંખ્ય એવોર્ડ્સ જીત્યા છે. તેને બે ફિલ્મફેર એવોર્ડ મળ્યા છે અને ઘણી વખત મોટા એવોર્ડ્સ માટે નોમિનેટ થઈ ચુકી છે. તેને કયામત સે કયામત તક અને હમ હૈ રાહી પ્યાર કે જેવી ફિલ્મોના ઘણા વખાણ થયા. આજે, અભિનય ઉપરાંત, તે બિઝનેસમાં પણ એક્ટિવ છે. તે શાહરૂખ ખાનની પાર્ટનર પણ છે. 2025ની ધનિકોની લિસ્ટમાં જુહી ચાવલાને દેશની સૌથી ધનિક અભિનેત્રી જણાવવામાં આવી હતી. હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2025 અનુસાર, જુહી ચાવલા 7,790 કરોડ રૂપિયાની કુલ સંપત્તિ સાથે ભારતની સૌથી ધનિક અભિનેત્રી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here