SPORTS : મુંબઈ ઇન્ડિયનનો ટીમ મજબૂત બનાવવાનો પ્રયાસ, ડેબ્યુ મેચમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર લેગ-સ્પિનરને આપી શકે સ્થાન

0
96
meetarticle

ભારતમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026 )ને લઈને અત્યારે તમામ ફ્રેન્ચાઈઝીઓ ખેલાડીઓની પસંદગીમાં વ્યસ્ત છે. મુંબઈ ઇન્ડિયન ટીમ મજબૂત બનાવવા સારું પરફોર્મન્સ કરનાર ખેલાડીઓની કરી રહી છે પસંદગી.

ભારતમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026 )ને લઈને અત્યારે તમામ ફ્રેન્ચાઈઝીઓ ખેલાડીઓની પસંદગીમાં વ્યસ્ત છે. ફ્રેન્ચાઇઝીઓ સ્ટાર ખેલાડીઓ અને સારું પરફોર્મન્સ કરનાર ખેલાડીઓને પોતાની ટીમમાં લેવામાં વ્યસ્ત છે. IPL 2026 ની રીટેન્શન ડેડલાઇન નજીક આવી રહી છે. ફ્રેન્ચાઈઝી પાસે 15 નવેમ્બર સુધી તેમના રીટેન કરેલા અને રિલીઝ કરેલા ખેલાડીઓના નામ BCCI ને સબમિટ કરવાનો સમય છે. દરમિયાન મુંબઈ ઇન્ડિયન ટીમનો એક ખેલાડી આજે વધુ ચર્ચામાં છે.

15 ડિસેમ્બરના રોજ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 માટે ખેલાડીઓની મીની-હરાજી થઈ શકે તેવું ક્રિકેટ વર્તુળમાં ચર્ચાઈ રહ્યું છે. IPL 2026 ની રીટેન્શન ડેડલાઇન 15 નવેમ્બર સુધીની છે. આ તારીખ સુધીમાં તમામ 10 ટીમોએ રીટેન્શન યાદીઓ સબમિટ કરવાની રહેશે. IPL માં અત્યારે અર્જુન તેંડુલકર, હાર્દિક પંડયા, કે.એલ. રાહુલ, રોહિત શર્મા, સંજુ સેમસન, રવિન્દ્ર જાડેજા અને વિરાટ કોહલી જેવા ખેલાડીઓ ખૂબ ચર્ચામાં છે. સંજુ સેમસન અને રવિન્દ્ર જાડેજા ટીમો બદલી શકે છે તેને લઈને અફવા બજાર ગરમ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સંજુ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)માં અને રવિન્દ્ર જાડેજા રાજસ્થાન રોયલ્સ (RR) માટે રમી શકે છે.

IPLમાં પાંચ વખત ચેમ્પિયન બનેલ મુંબઈ ઇન્ડિયન (MI) ટીમ અત્યારે ખૂબ ચર્ચામાં છે. MI ટ્રેડ ડીલ દ્વારા અર્જુન તેંડુલકરની બાદબાકી અને શાર્દુલ ઠાકુરનો સમાવેશ કરી શકે છે. જયારે MI લેગ-સ્પિનર ​​મયંક માર્કંડેને ટીમમાં સામેલ કરવા ઇચ્છુક છે. ગત સીઝનમાં કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) તરફથી રમનાર મયંક માર્કંડેને MIમાં સામેલ કરવા મોટો સોદો તૈયાર કરી રહ્યા છે. ટૂંક સમયમાં આ બાબતે સત્તાવાર જાહેરાત થઈ શકે છે. જણાવી દઈએ કે મયંક માર્કંડેએ પોતાની ડેબ્યૂ સિઝનમાં 15 વિકેટ લઈ ભારે તબાહી મચાવી હતી. 28 વર્ષીય મયંક માર્કંડે મુંબઈ ઈન્ડિયન્સમાં પાછા ફરે તો ભારતીય ટીમ માટે પ્રવેશ દ્વાર પણ ખુલે તેવી અટકળો વહેતી થઈ છએ.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here