ડભોઇ-વડોદરા હાઇવે પર MGVCLની કામગીરીમાં અવ્યવસ્થા: અચાનક રોડ બંધ થતાં ટ્રાફિક જામ અને કર્મચારીઓની સલામતી સામે સવાલ!ડભોઇ તાલુકાના પલાસવાડા નજીક MGVCL દ્વારા કેબલ બદલવાની ચાલી રહેલી કામગીરીમાં યોગ્ય સંકલન અને સલામતીના અભાવે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે.ડભોઇ તાલુકામાં MGVCL દ્વારા વીજ જોડાણ સુધારવા માટે સારી કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ ડભોઇ-વડોદરા હાઇવે જેવા મુખ્ય માર્ગ પર કામગીરી દરમિયાન અચાનક અને પૂરતી પૂર્વ સૂચના વગર રોડ બંધ કરી દેવાના કારણે વ્યાપક ટ્રાફિક જામ સર્જાયો હતો.

આ કારણે અનેક વાહનચાલકો અને મુસાફરોને ટ્રાફિકમાં અટવાવું પડ્યું હતું, જેનાથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
સલામતીના સાધનોનો અભાવ: કોણ જવાબદાર ટ્રાફિકની અવ્યવસ્થા ઉપરાંત, MGVCLની કામગીરીમાં વધુ એક ગંભીર બેદરકારી સામે આવી છે.સેફટી વિના કામ: એવી માહિતી મળી છે કે MGVCLના કર્મચારીઓ સેફટીના જરૂરી સાધનો (જેમ કે હેલ્મેટ, સેફટી બેલ્ટ, ગ્લવ્ઝ) વગર જ વીજળીના થાંભલા પર ચઢીને કામ કરી રહ્યા હતા.ગંભીર જોખમ: આ પ્રકારની બેદરકારી કર્મચારીઓના જીવને જોખમમાં મૂકે છે. જો કામગીરી દરમિયાન કોઈ દુર્ઘટના થાય, કોઈ કર્મચારીને વીજ કરંટ લાગે કે પડી જાય, તો તેના માટે જવાબદાર કોણ MGVCL તંત્રની ઘોર બેદરકારી આ સમગ્ર ઘટના MGVCL તંત્રની બેદરકારી અને અણઘડ વહીવટ તરફ ઇશારો કરે છે.મુખ્ય માર્ગ પર કામગીરી હાથ ધરતા પહેલા ટ્રાફિક પોલીસ અને માર્ગ અને મકાન વિભાગ સાથે પૂરતું સંકલન કરવું જોઈતું હતું અને વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવી જોઈતી હતી.સૌથી મહત્ત્વનું, કર્મચારીઓના જીવની સલામતી માટે તમામ નિયમોનું પાલન કરવું અને તેમને ફરજિયાતપણે સલામતીના સાધનો પૂરા પાડવા એ તંત્રની પ્રાથમિક જવાબદારી છે.

જો તંત્રની આ લાલીયાવાડીના કારણે કોઈ કર્મચારીએ પોતાનો જીવ ગુમાવવો પડે કે ગંભીર ઈજા પામે, તો તેવા સંજોગોમાં તેની સંપૂર્ણ જવાબદારી MGVCL તંત્રની રહેશે. સ્થાનિકો દ્વારા માગ કરવામાં આવી છે કે તંત્ર આ બેદરકારી બદલ તાત્કાલિક પગલાં લે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે સુનિશ્ચિત કરે.
REPORTER : ફકીરા ખત્રી ડભોઈ

