GUJARAT : વાલિયા ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું: ‘વિકસિત અને આત્મનિર્ભર ભારત’ થીમ પર ૧૪૭ કૃતિઓ પ્રદર્શિત

0
37
meetarticle


વાલિયા સ્થિત શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર શાળા ખાતે જી.સી.આર.ટી. ગાંધીનગર, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ભરૂચ અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચના સંયુક્ત આયોજન હેઠળ કમા મુન્શી એસ.વી.એસ. કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું.


પ્રદર્શનનો મુખ્ય વિષય ‘વિકસિત અને આત્મનિર્ભર ભારત’ હતો, જેમાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરાયેલી કુલ ૧૪૭ અદ્યતન કૃતિઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આમંત્રિત મહેમાનો દ્વારા રીબીન કાપીને પ્રદર્શનીને ખુલ્લી મૂકવામાં આવી હતી અને બાળકોની કૃતિઓને નિહાળી બિરદાવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા કેળવણી નિરીક્ષક ભૂમિકાબેન ખેર, વિજ્ઞાન સલાહકાર ડો. રોબિન ભગત, કિરીટસિંહ ઘરીયા, સંજય વસાવા, ઈશ્વર પરમાર, યોગેન્દ્રસિંહ સિમોદરિયા અને વનરાજસિંહ મહિડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here