અંકલેશ્વરના ઉમરવાડા રોડ પર ગત રાત્રે એક ચાલુ કારમાં ટેકનિકલ ખામી સર્જાતા અચાનક આગ લાગવાની ઘટનાથી દોડધામ મચી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, રાત્રિના સમયે રોડ પરથી પસાર થઈ રહેલી એક કારમાં અચાનક ધુમાડો નીકળવાનું શરૂ થયું હતું અને ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોકે, કારના ડ્રાઇવરે સમયસૂચકતા વાપરીને તાત્કાલિક કાર રોકી દીધી હતી અને બહાર નીકળી ગયા હતા, જેના કારણે તેમનો આબાદ બચાવ થયો હતો.
ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. સદભાગ્યે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.

