ડિલિવરીના સાત દિવસ પછી, ગુરુવારે સવારે કેટરિના કૈફને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. અભિનેત્રી તેના પુત્ર સાથે ઘરે જતી જોવા મળી. તેમજ તેનો હવે વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
વિકી કૌશલ અને કેટરિના કૈફે 7 નવેમ્બર, 2025ના રોજ તેમના પુત્રનું સ્વાગત કર્યું હતું. આ કપલે ઇન્સ્ટાગ્રામ પર ખુશખબર શેર કરતા લખ્યું, અમારા આનંદનું બંડલ આવી ગયું છે. પ્રેમ સાથે અમે અમારા પુત્રનું સ્વાગત કરીએ છીએ. 7 નવેમ્બર, 2025, કેટરિના અને વિકી. પુત્રના જન્મના સાત દિવસ પછી, કેટરિના કૈફને 14 નવેમ્બરના રોજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

ગુરુવારે સવારે કેટરિના કૈફ હોસ્પિટલની બહાર નીકળતી જોવા મળી હતી. અભિનેત્રી તેના પુત્ર સાથે કારમાં ઘરેથી નીકળતી જોવા મળી હતી. આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.વિકી કૌશલના પિતા, શામ કૌશલે પરિવારના સૌથી નાના અને નવા સભ્યના આગમન પર સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરી હતી. એક ભાવનાત્મક નોટમાં, તેમણે લખ્યું હતું, ભગવાનનો આભાર…ગઈકાલથી મારા પરિવાર પ્રત્યે આટલી દયાળુ રહેવા બદલ હું ભગવાનનો કેટલો પણ આભાર માનું છું, તે તેમના આશીર્વાદની તુલનામાં ઓછો પડે છે. ભગવાન ખૂબ જ દયાળુ છે અને રહ્યા છે. ભગવાનના આશીર્વાદ મારા બાળકો અને સૌથી નાના કૌશલ પર રહે. અમે બધા ખૂબ જ ખુશ છીએ અને ખૂબ જ ધન્ય અનુભવી રહ્યા છીએ. વિક્કીના ભાઈ અને અભિનેતા સની કૌશલે માત્ર થોડા શબ્દોમાં હજારો લાગણીઓ વ્યક્ત કરી. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું, હું કાકા બન્યો.
9 ડિસેમ્બર, 2021ના રોજ કેટરિના અને વિક્કીના લગ્ન ખૂબ જ ભવ્ય રહ્યા. આ કપલે રાજસ્થાનના સવાઈ માધોપુરના ફોર્ટ બરવારામાં સિક્સ સેન્સ રિસોર્ટમાં તેમના પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા.

