મેટોડા જીઆઇડીસી પાસે વાડીની ઓરડીમાં રૂરલ એલસીબીએ દરોડો પાડી ૬૮.૩૨ લાખનો વિદેશી દારૂના જથ્થા સાથે જામનગરના બે શખ્સોને ઝડપી લીધા હતા. આ દારૂનો જથ્થો રાજકોટના શખ્સે મંગાવ્યો હોવાનું ખુલતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.
રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્રારા દારૂ-જુગારની પ્રવળતિ શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. શાખાના પો.સબ.ઇન્સ. એચ.સી. ગોહીલ સ્ટાફના માણસો સાથે કોમ્બીંગ નાઇટ રાઉન્ડમા હતા જે દરમ્યાન એ.એસ.આઇ. રવિદેવભાઇ બારડ, બ્રિજરાજસિંહ જાડેજા, રોહિતભાઇ બકોતરા તથા પો.કોન્સ. પ્રકાશભાઇ પરમાર સંયુકત રીતે મળેલ હકિકત આધારે મેટોડા ગામની સીમમાથી વાડીની ઓરડીમાથી વિદેશી દારૂની બોટલ નંગ ૨૦,૬૬૪ કિ. ૬૮.૩૨ લાખ સાથે (૧) હનિફ એલિયાસભાઇ જેડા (ઉ.વ.ર૬), ધંધો મજૂરી રહે. જામનગર ચકલી કાંટા પાસે, જોડીયા ભુંગા હુસેનભાઇના મકાનભા ભાડેથી જી. જામનગર તથા (૨) જાકીર કાસમભાઇ સંઘાર (ઉ.વ.ર૬), ધંધો મજૂરી રહે. જામનગર રામેશ્વર માટેલ ચોક, જી. જામનગરને ઝડપી લીધા હતાં. આ દારૂનો જથ્થો રાજકોટના (૩) જયપાલસિંહ ઉર્ફે યુવરાજસિંહ લાલુભા વાઘેલા રહે. રાજકોટએ મંગાવ્યો હોવાનું ખુલતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.

રૂરલ એલસીબીએ ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની મોટી કુલ બોટલો નંગ ૨૦,૬૬૪ જેની કિં. રૂા. ૬૮,૩૨,૮૦૦ તથા હોન્ડા કંપનીનું કરીઝમા મો. સા. નં. જીજે-૦૩-આઇકયુ-૮૦૮૦ જેની કિં. રૂા. ૫૦,૦૦૦ તથા (૩) મોબાઇલ ફોન નં.-૨ કિ. રૂા. ૧૦,૦૦૦ મળી કુલ કિ. રૂા. ૬૮,૯૨,૮૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો.
પકડાયેલ હનીફ જેડા સામે અગાઉ જામનગરમાં એક તથા જાકીર સામે સલાયા પોલીસ મથકમાં ૩ ગુન્હા નોધાયેલ છે. જયારે દારૂનો જથ્થો મંગાવનાર જયપાલસિંહ સામે અગાઉ રાજકોટ યુનિ. પોલીસ મથકમાં દારૂ સહિતના ગુન્હાઓ નોંધાયા છે.
આ કામગીરીમાં એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય પો.સબ.ઇન્સ. આર.વી.ભીમાણી, એલ.સી.બી. શાખાના એ.એસ.આઇ. રવિદેવભાઇ બારડ, બ્રીજરાજસિંહ જાડેજા, રોહિતભાઇ બકોત્રા, બાલકળષ્ણભાઇ ત્રીવેદી, અમીતસિંહ જાડેજા તથા પો.હેડ કોન્સ. રસીકભાઇ જમોડ તથા પો.કોન્સ. પ્રકાશભાઇ પરમાર તથા ડ્રા.પો.કોન્સ. દિલીપસિંહ જાડેજા વિગેરે જોડાયેલ હતા.

