ડેડીયાપાડા ના આપના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં આવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આવી ભગવાન બિરસા મુંડા ની જંગી જન મેદની વચ્ચે જન્મ જયંતી
ભવ્ય રોડશો કર્યો હતો

સામેનેત્રંગ ખાતે આપની ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિ માં જંગી જનસભા યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે હાઇકોર્ટ ના આદેશો અનુસાર ચૈતર વસાવા એક વર્ષ સુધી પોતાના વિધાનસભા મત વિસ્તાર ડેડીયાપાડા માં હાજર રહી શકતા નથી ત્યારે ચૈતર વસાવા એ
ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે ક્રાંતિકારી બિરસા મુંડાજીની 150 મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપસ્થિત રહ્યા હતા. ઉજમણી બાદ AAP ધારાસભ્ય ચૈતર વસાવા એ જનસભા સંબોધી હતી. આ જનસભામાં હજારો-લાખોની જનમેદની ઉમટી પડી હતી. AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે, બિરસા મુંડાનો ધ્યેય આદિવાસી સમાજ સ્વતંત્ર અને સ્વમાનભેર જીવન જીવે એ હતો. આ પૃથ્વી પર માનવ સભ્યતા ઉત્પન્ન થઈ ત્યારે સૌ પ્રથમ આદિમાનવ તરીકે આદિવાસીઓ આવ્યા. ત્યારબાદ તેમની ખેતીની શોધ કરી અને તમામ લોકો પરિવાર સાથે રહેતા થયા એટલે નાના નાના કબીલાઓ બન્યા. એ કબીલાઓના સરદાર બન્યા અને તેઓ શાંતિથી પ્રકૃતિ સાથે જીવન જીવી રહ્યા હતા. આ દરમિયાન સંપત્તિ, સત્તા અને સ્ત્રીઓ માટે લડાઈ થઈ. આદિવાસી ઉપર આક્રમણ થયા જેમાં આદિવાસી સમાજનું શોષણ કરવામાં આવ્યું.
આપણા દેશ ઉપર ડચ,મુગલ,અંગ્રેજોએ શાસન કર્યું ત્યારથી લઈને આજ દિન સુધી આદિવાસી સમાજનું શોષણ જ થઈ રહ્યું છે. બિરસા મુંડા, ગુરુ ગોવિંદસિંહ નો ઇતિહાસમાં છે કે પછી માનગઢ ગામમાં થયેલા હત્યાનો ઇતિહાસ વાંચો એમાં તમે જાણવા મળશે કે આદિવાસીઓએ અંગ્રેજીને હમફ઼ાવ્યા હતા પરંતુ અંગ્રેજોએ કુટ નીતિ અપનાવીને નરસંહાર કર્યો જેથી આપણા લોકોને શહીદી વહોરવી પડી હતી. દેશની આઝાદીમાં આપણું આટલું મોટું યોગદાન હતું. દેશ આઝાદ થયો દેશમાં લોકશાહી આવી અને બંધારણ બન્યું જેમાં 444,244,13ક માં આદિવાસી વિસ્તારને અનુસૂચિત જાહેર કરવામાં આવ્યો.
દેશના આસામ,સિક્કિમ,મિઝોરમ, નાગાલેન્ડ, મેઘાલય રાજ્યનો અનુસૂચિત છ મુજબ સમાવેશ કરવામાં આવ્યો છે.
ત્યાં અનુસૂચિત છ લાગુ કરવામાં આવી છે પરંતુ ગુજરાતમાં આજ દિન સુધી અનુસૂચિત પાંચ પણ લાગુ કરવામાં આવી નથી. લોકો અનુસૂચિત પાંચ લાગુ થયેલી હોવા છતાં સત્તામાં બેસેલા લોકો પોતાની સત્તાનો દૂર ઉપયોગ કરીને આદિવાસીઓની જમીન છીનવી રહ્યા છે. આદિવાસીઓની સંપત્તિ, કુદરતી સંપાદનો,ખનીજ છીનવી રહ્યા છે. રોડના નામે કોરીડોરના નામે, હાઈડ્રો પાવરના નામે, સરકારી આવાસના નામે આદિવાસીઓની જમીન છીનવાઈ રહી છે. નરેન્દ્ર મોદી 24 વર્ષથી સત્તામાં છે છતાં પણ આજે આદિવાસી લોકો શિક્ષકો માટે, નર્મદાના પાણી માટે, અને પોતાની જમીનો બચાવવા માટે આંદોલન કરે છે. આપણી એકતાના કારણે આજે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને બીજા મંત્રીઓ ડેડીયાપાડાની ગલીઓમાં ફરી રહ્યા છે. ચાર વર્ષ પહેલા ડેડીયાપાડામાં ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ત્રણ જિલ્લાની પોલીસ અને RSSના લોકો સાથે મળીને ભગવાન બિરસા મુંડાની મૂર્તિની સ્થાપનાને અટકાવી હતી પરંતુ દેશના વડાપ્રધાનને આજે ડેડીયાપાડા આવવું પડે છે એ આપણા તમામની તાકાત છે.
Repoter :દીપક જગતાપ, રાજપીપલા

