BOLLYWOOD : વિજય દેવરકોડાએ જાહેરમાં જ રશ્મિકાને કિસ કરી લીધી

0
41
meetarticle

 રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા આગામી ૨૬મી ફેબુ્રઆરીએ ઉદયપુરમાં ડેસ્ટિનેશન વેડિંગ કરી રહ્યાં હોવાની ચર્ચાઓ વચ્ચે એક ઈવેન્ટમાં વિજય દેવરકોંડાએ જાહેરમાં જ રશ્મિકાનો હાથ ચૂમી લઈ રોમેન્ટિક ચેષ્ટા દાખવતાં બંનેના ચાહકો ખુશ થઈ ગયા હતા. 

રશ્મિકાની ફિલ્મ ‘ગર્લફ્રેન્ડ’ની સકસેસ પાર્ટીમાં વિજય અચાનક તેની પાસે આવ્યો હતો અને તેનો હાથ ઉંચકી તેની હથેળી પર એક કિસ કરી દીધી હતી. રશ્મિકા જાહેેરમાં આ પ્રેમ ચેષ્ટાથી એકદમ શરમાઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે રશ્મિકા અને વિજયની સગાઈ થઈ ચૂકી હોવાનું કહેવાય છે. જોકે, બંનેએ હજુ સુધી આ બાબતે કશું જ સત્તાવાર રીતે જણાવ્યું નથી. બંને પોતાની એન્ગેજમેન્ટ રિંગ સતત ફલોન્ટ કરતાં રહેતાં હોય છે. તાજેતરમાં એક ઈવેન્ટમાં રશ્મિકાને આ રિંગ વિશે  પૂછાતાં તેણે બધાને બધી ખબર જ છે તેવો ગોળ ગોળ જવાબ આપ્યો હતો. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here