21 નવેમ્બરથી કોંગ્રેસ રાજ્યવ્યાપી જન આક્રોશ યાત્રાની શરૂઆત કરશે
ઉત્તર ગુજરાતના ઢીમાથી જન આક્રોશ યાત્રાની થશે શરૂઆત
ખેડૂતો અને યુવાનોની રોજગારી મામલે કોંગ્રેસ લડી લેવાના મૂડમાં
રાજ્યભરના કોંગ્રેસના નેતાઓ ચારેય ઝોનમાં કરશે યાત્રા
3 ડિસેમ્બરના રોજ બેચરાજી મંદિર ખાતે યાત્રાના પ્રથમ ફેઝનું થશે સમાપન

પ્રથમ ફેજમાં 1100 કિલોમીટરનું ભ્રમણ કરવામાં આવશે.
ગુજરાત અને ગુજરાતીઓને ભય, ભૂખ અને ભ્રષ્ટાચારવાળા શાસનમાંથી મુક્ત કરાવવાનો સંકલ્પ
ફિક્સ પે, કોન્ટ્રાક પ્રથા અને આઉટસોર્સિંગ પ્રથા નાબુદ કરાવીશું અને સમાન કામ સમાન વેતનનો અધિકાર અપાવીશું
રાજ્યને ભૂમાફિયા, ખનન માફિયા, શિક્ષણ માફિયા, મેડિકલ માફિયા અને ગુંડાઓની ચંગુલમાથી મુક્ત કરાવીશું.
ગુજરાતને ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓથી મુક્ત કરાવીશું.
ખોટી જમીન માપણી રદ કરાવીશું અને ગુજરાતના ખેડૂતોને ન્યાય અપાવીશું
ખેડૂતો મુસીબતમાં છે ત્યારે સરકાર પેકેજના નામે પડીકું આપે છે ત્યારે ખેડૂતોના દેવા માફી અને પાકવીમાં યોજનાની માંગણીને પણ વાચા આપીશું
રાજ્યમાં શિક્ષણનું ખાનગીકરણ થઈ રહ્યું છે વેપારિકરણ થઈ રહ્યું છે યુવાઓ શાળા કોલેજોમાં ભણવા લાખો રૂપિયા ખર્ચવા મજબુર બની રહ્યા છે
એક બાજુ સરકાર યુવાઓને રોજગાર નથી આપતી બીજી તરફ રાજ્યમાં સરકારી ભરતી પરીક્ષાઓમાં પેપરલીકની ઘટનાઓ, ગેરીરીતિઓ થઈ રહી છે વધુમાં ખાલી પડેલી જગ્યાઓ પર પણ ભરતી નથી થતી ત્યારે સરકારમાં ખાલી જગ્યાઓ પર કાયમી ભરતી દ્વારા યુવાનોને રોજગારનો અધિકાર સુનિશ્ચિંત કરાવીશું.
નાના વેપારી, દુકાનદારોને અધિકારીરાજ અને જી.એસ.ટી.ની ઝંઝટથી મુક્તિ અપાવીશું.
એસ.સી, એસ.ટી, ઓ.બી.સી, મઈનોરીટી અને ઈડબ્લ્યુ. એસ.ને સામાજિક ન્યાય સાથે શાસન અને સંશાધનોમાં ભાગીદારી સુનિશ્ચિત કરાવીશું.
આદિવાસી પરિવારોને જળ, જંગલ, જમીનના અધિકારો અપાવીશું.
શ્રમિકો અને કામદારોને તેમના હક અને અધિકારો અપાવીને લઘુત્તમ વેતન સુનિશ્ચિત કરાવીશું.
રાજ્યમાં કાયદો વ્યવસ્થાની હાલત કથળી છે દારૂ,ડ્રગ્સનું દુષણ વધ્યું છે ખુલ્લેઆમ હત્યાઓએ થઈ રહી છે ત્યારે રાજ્યમાં નાગરિકોને સુરક્ષા, સન્માન તેમજ ભાગીદારી સુનિશ્ચિત કરાવીશું.
ગુજરાતને કુપોષણમાંથી મુક્તિ અપાવીશું.
ગુજરાતીઓના સંવિધાનિક અધિકારો અને અસ્મિતાનું રક્ષણ કરીશું.
સહકારી ડેરીઓ, બેંકોનો ભ્રષ્ટાચાર ખુલ્લા પાડીશું, પશુપાલકોને ન્યાય અપાવીશું.
2027માં પરિવર્તનના સંકલ્પ સાથે યાત્રાની શરૂઆત કરી રહ્યા છીએ
જ્યાં સરકાર નહિ માને ત્યાં એની સામે લડાઈ લડવા માટે એમાં પરિવર્તન લાવવા માટે આ યાત્રાની શરૂઆત કરી રહ્યા છીએ.

