ખંભાત તાલુકાના વત્રા ગામના એક યુવકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે યુવકના મિત્રએ તેની મદદગારી કરતા ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ખંભાત તાલુકાના વત્રા ગામે રહેતા રણજીત રાવજીભાઈ ઠાકોરે થોડા સમય પૂર્વે એક સગીરા સાથે પરિચય કેળવ્યો હતો ત્યારબાદ રણજીત ઠાકોરે સગીરાને નશાયુક્ત ગોળીઓ આપી ઘરના સભ્યોને પીવડાવી દેવા કહ્યું હતું. જેથી સગીરાએ રાત્રિના સુમારે પરિવારના સભ્યોને આ ગોળીઓ પીવડાવી દીધી હતી અને બાદમાં મિત્ર વિજય ચંદુભાઈ ઠાકોરની મદદગારીથી રણજીત ઠાકોરે સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જોકે બીજા દિવસે સવારે પરિવારના સભ્યો ઉઠયા હતા અને તે પૈકીના કેટલાકની તબિયત લથડી હતી અને ઉલટીઓ થતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. જેથી તેઓએ સગીરાની પૂછપરછ કરતાં સગીરાએ રણજીત ઠાકોરના કહેવાથી નસાયુક્ત ગોળીઓ આપી હોવાની કબુલાત કરતા પરિવારજનો ચોકી ઉઠયા હતા. સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની વાત જાણતા પરિવારજનો ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે દોડી ગયા હતા અને રણજીત રાવજીભાઈ ઠાકોર અને વિજય ચંદુભાઈ ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

