દેશના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ગતરોજ અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારમાં ‘એક ભારત-આત્મનિર્ભર ભારત’ અભિયાન અંતર્ગત ભવ્ય યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માર્ચમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.

અંકલેશ્વર શહેરના તુલસી સ્ક્વેર ખાતેથી રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે લીલી ઝંડી બતાવીને માર્ચનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, જે પુનગામ સ્થિત લાખા હનુમાનજી મંદિર સુધી યોજાઈ હતી.
આ પ્રસંગે મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, નગર સેવાસદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત, પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. માર્ચ દરમિયાન ઉપસ્થિત સૌને રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા.

