ડભોઈ એક તરફ ગુજરાત સરકાર વીજળીના માળખાને સુધારવાની વાતો કરી રહી છે, ત્યારે ડભોઈ તાલુકામાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL)ની ઘોર બેદરકારીનો પર્દાફાશ થયો છે. સાઠોદ ચોકડીથી શંકરપુરા તરફ જતા મુખ્ય માર્ગ પર છેલ્લા ઘણા સમયથી ગ્રામ્ય વિસ્તારોમાં નાખવા માટે લાવવામાં આવેલા લગભગ 50થી 60 જેટલા નવા વીજ થાંભલાઓ રોડની બાજુમાં જ રઝળી રહ્યા છે.

રસ્તા પર અવરોધ અને જોખમ:
લાખો રૂપિયાના ખર્ચે લાવવામાં આવેલા આ વીજ થાંભલાઓને યોગ્ય જગ્યાએ સંગ્રહ કરવાને બદલે રોડ પર જ અસ્તવ્યસ્ત રીતે નાખી દેવામાં આવ્યા છે વાહનચાલકોને હાલાકી: રસ્તા પર આટલી મોટી સંખ્યામાં થાંભલાઓ પડ્યા હોવાથી રોડ સંકોચાઈ ગયો છે. વાહનચાલકો અને રાહદારીઓને અહીંથી પસાર થવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. રાત્રિના સમયે અથવા અંધારામાં આ થાંભલાઓ કોઈ મોટા અકસ્માતનું કારણ બની શકે છે.સુરક્ષાનો સવાલ: માર્ગ પર અડચણરૂપ આ થાંભલાઓ ગમે ત્યારે કોઈ દુર્ઘટના સર્જી શકે છે, પરંતુ MGVCLના અધિકારીઓ આ મામલે આંખ આડા કાન કરી રહ્યા છે. જાડી-ઝાખડા ઉગ્યા, લાખોનું નુકસાન સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ થાંભલાઓ એટલા લાંબા સમયથી આ સ્થળે પડ્યા છે કે તેના પર જાડી-ઝાખડા અને વેલાઓ પણ ઉગી નીકળ્યા છે જે વીજ થાંભલાઓ ગામડાઓમાં નમી ગયેલા જૂના થાંભલાઓની જગ્યાએ નાખીને લોકોને સુરક્ષિત વીજળી આપવાના હતા, તે આજે રસ્તાની બાજુમાં પડી રહીને સરકારી સંપત્તિનો બગાડ કરી રહ્યા છે. લાખો રૂપિયાની કિંમતના આ થાંભલાઓ જાડી-ઝાખડાને કારણે નકામા થઈ રહ્યા છે. MGVCLની પ્રાથમિકતા શું એક તરફ ગ્રામ્ય વિસ્તારોમાં વીજ થાંભલાઓ નમી જવા અથવા તૂટી જવાની ફરિયાદો સતત આવી રહી છે અને નવા થાંભલા નાખવાની જરૂરિયાત છે, તો બીજી તરફ MGVCLની બેદરકારીના કારણે નવા થાંભલાઓ રસ્તા પર ધૂળ ખાઈ રહ્યા છે.

જો MGVCLને આ થાંભલાઓની જરૂર નથી, તો પછી તેને લાખો રૂપિયાના ખર્ચે શા માટે લાવવામાં આવ્યા? અને જો જરૂર છે તો તેને તાત્કાલિક યોગ્ય સ્થળે સ્થાપિત કેમ નથી કરાતા? શું MGVCLના અધિકારીઓને રસ્તા પર પડ્યા રહેલા આ થાંભલાઓ દેખાતા નથી સ્થાનિકોએ તંત્રની કાર્યપદ્ધતિ સામે રોષ વ્યક્ત કર્યો.ડભોઈના લોકો માગ કરી રહ્યા છે કે MGVCLના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક આ બાબતની નોંધ લે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરીને આ થાંભલાઓને સત્વરે સ્થાપિત કરાવે, જેથી રસ્તા પરનું જોખમ દૂર થાય અને સરકારી સંપત્તિનો સદુપયોગ થઈ શકે
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

