VADODARA : ડભોઈ તાલુકાના પણસોલી ગામ પાસે આવેલ મિરાજ કંપનીની કૂપનોની ચોરીનો ભેદ 24 કલાક માં ડભોઇ પોલીસે ઉકેલાયો..

0
64
meetarticle

ડભોઈ તાલુકા ના પણસોલી ગામ પાસે આવેલ મિરાજ પ્રાઈવેટ લિમિટેડ કંપનીની કુપનોની ચોરીના ભેદને ગણતરીના દીવસોમાં ઉકેલાયો છે.

તા. ૨૦-૧૦ -૨૦૨૫ ના રાત્રી ના સમયે ડભોઈ બોડેલી રોડ પર પણસોલી સિમમાં મિરાજ ડ્રાઇમીક્ષ પ્રાઇવેટ લિમિટેડ કંપની ખાતે એશિયન પેઇન્ટસ કંપની ના રૂા. ૧૦૦ /- રૂા. ૪૫/- ની કુંપનો ૩, ૯૨,૯૭૭ નંગ ની ચોરી થયેલ જે ને શોધવા પોલીસે હ્યુમન શોર્શીસ તથા ટેકનીકલ સોર્સના ઉપયોગ કરી આ ગુનામાં આરોપીઓ મધ્યપ્રદેશના કટની જિલ્લાનુ તપાસમાં બહાર આવતા સ્થાનિક પોલીસ ની મદદ લઈ અનુરાગ ઉર્ફે ઉદય, કૃષ્ણ કુમાર પાંડે, મુરતસિંગ ઉર્ફે મુરજ રાજકુમાર લોધી, સોખીલાલ સુકરનલાલ ભોમિયા, પ્રહલાદ નરેશ પટેલ તમામ રે કનવારા, અનુરાગ ઉર્ફે છોટુ સતાઈલાલ ચક્રવર્તીને પાંચ આરોપીઓને ડભોઈ પોલીસ મથકે લાવી પોતાની રીતે તપાસ કરતાં જેઓએ કુપનો ચોરી હોવાની કબૂલાત કરી અને આ ગુન્હા માં બીજા આરોપી પોલીસ પકડથી દુર છે

જેના નામો રીષભ ગોવિંદ પાંડે, નિખીલ કૃષ્ણકુમાર ઉર્ફે લાલો મહારાજ પાંડે, રાહુલ લોધી, આકાશ કૈલાશ પ્રસાદ વિશ્વકર્મા, પ્રભાકર ઉર્ફે પંકજ માથુર લોધી, રામેશ્વર ભારત લોધી, અને અરુણ લખન લધી પકડવા ના બાકી આરોપીઓ છે કેસમાં ડી વાય.એસ.પી. આકાશ પટેલના માર્ગદર્શનમાં ડભોઈના પી.આઈ કે જે. ઝાલા સાથે પીએસઆઇ જે જી. વાઘેલા અ.હે. કો. રાજેન્દ્રસિંહ, અર્જુન ભાઈ યુવરાજસિંહ હરપાલસિહ, દિનેશ મોતીરામ અને ભાવિક માનસિંગે મહત્વ ની ભૂમિકા ભજવી ગુના ને ટુંકા ગાળા માં જ ઉકેલી નાંખતા પોલીસ ની સરાહનીય કામગીરી કરવામાં આવી હતી..

REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here