GANDHINGAR : જિલ્લા ભુસ્તર તંત્રએ ૩૭ ડમ્પર પકડયા, ૧૧.૧ કરોડની મત્તા સીઝ

0
56
meetarticle

ગાંધીનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનિજ ખનન અને વાહનવ્યવહાર સામે જિલ્લા વહીવટીતંત્રે કડક વલણ અપનાવ્યું છે. ભૂસ્તર વિજ્ઞાાન અને ખનિજ વિભાગની ટીમોએ છેલ્લા એક સપ્તાહમાં વ્યાપક તપાસ હાથ ધરી છે, જેમાં રોયલ્ટી પાસ વગર કે વધુ ઓવરલોડ સામાન્ય માટી-રેતી ભરેલા વધુ સાત ડમ્પરો જપ્ત કર્યા છે. આ વાહનોની કુલ કિંમત આશરે ૨.૧૦ કરોડ રૃપિયા થાય છે.એક સપ્તાહમાં ૩૭ કેસ, ૧૧.૧૦ કરોડનો મુદ્દામાલ જપ્તત ૬૪ લાખથી વધુની દંડ વસૂલાત કરાઇ છે.

ગાંધીનગર કલેક્ટર મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ મદદનિશ ભૂસ્તરશાી પ્રણવ સિંહની સુચના મુજબ કલોલ, ગાંધીનગર, અડાલજ, ટીટોડા, ધેંધુ, નાસ્મેદ, જાસપુર, શેરથા, લવારપુર સહિતના વિસ્તારોમાં ચાલુ ખાસ ઝુંબેશ દરમિયાન રોયલ્ટી પાસ વગર કે માન્ય પાસ કરતાં વધુ માલ ભરીને ફરતા ડમ્પરો પર કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ ઝુંબેશમાં અત્યાર સુધીમાં કુલ ૩૭ કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી ૧૧.૧૦ કરોડ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.ગુજરાત મિનરલ નિયમો હેઠળ આ કેસોમાંથી ૪૫.૫૦ લાખ રૃપિયાની દંડની રકમ વસૂલ થઈ ચૂકી છે, જ્યારે વધુ સાત કેસમાં ૧૮.૫૯ લાખ રૃપિયાની વસૂલાતની પ્રક્રિયા ચાલુ છે.આમ કુલ ૬૪.૦૯ લાખ રૃપિયાથી વધુની મહેસૂલી આવક સરકારી તિજોરીમાં જમા થશે.કલેક્ટર મેહુલ દવેએ આ અંગે જણાવ્યું હતું કે, ભૂમાફિયાઓ અને ગેરકાયદેસર ખનિજ વાહનવ્યવહાર સામે જિલ્લા વહીવટીતંત્રનું ઝીરો ટોલરન્સ નીતિ છે. આવી કામગીરી સતત ચાલુ રહેશે, જેથી પ્રાકૃતિક સંપત્તિનું રક્ષણ થાય અને સરકારને યોગ્ય મહેસૂલ મળે. આ કાર્યવાહીથી સ્થાનિક વિસ્તારમાં ભૂમાફિયાઓમાં દહેશતનો માહોલ છવાયો છે, અને આગામી દિવસોમાં પણ આવી ઝુંબેશો ચાલુ રહે તેવા સંકેત ભુસ્તરશાસ્ત્રી પ્રણવસિંહે આપ્યા છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here