પ્રભાસની આગામી ફિલ્મની તૈયારી શરૂ થઇ ગઇ છે. જોકે આ ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક, અન્ય કાસ્ટ તેમજ ફિલ્મની પટકથા વિશે માહિતી જાહેર કરવામાં આવી નથી. પરંતુ આ ફિલ્મના કોરિયોગ્રાફર તરીકે પ્રેમ રક્ષિતને લેવામાં આવ્યો છે. જેણે નાટુ નાટુ ગીત માટે ઓસ્કાર એવોર્ડ મેળવ્યો હતો. આ ફિલ્મ દર્શકો માટે એક કૌતુક અને ચમત્કાર સમાનનીવડશે તેમ સૂત્રે જણાવ્યું હતું. ફિલ્મની ટીમને પૂરતો વિશ્વાસ છે કે, આ ફિલ્મ દર્શકોને ચોક્કસ આકર્ષિત કરશે.

એક રિપોર્ટના અનુસાર,આ ફિલ્મ દર્શકો માટે એક ખાસ ફિલ્મ હશે.આ ફિલ્મની સત્તાવાર જલદી જ ઘોષણા કરવામાં આવશે.
હાલમાં જ પ્રભાસની ફિલ્મ સ્પિરિટનો એક વીડિયો જોવા મળ્યો હતો.

