RAJKOT : મૂળદ્વારકા અને કોડીનારમાંં કોમ્બિંગ ચાલુ, કાશ્મીરના 3ની અટકાયત

0
36
meetarticle

તાજેતરમાં દિલ્હીમાં થયેલા બ્લાસ્ટની ઘટના બાદ સક્રિય બનેલી પોલીસે શરૂ કરેલું મેગા કોમ્બિંગ ઓપરેશન કોડીનાર અને નવાબંદર વિસ્તારમાં રાતભર ચાલ્યું હતું. આ દરમિયાન એક મસ્જિદમાંથી સંદિગ્ધ કાશ્મીરી શખ્સમળી આવતા એને પકડીને પૂછપરછ આદરી છે. રાતભર ચાલેલા ચેકિંગમાં અગાઉ ગુનાઓમાં સંડોવાયેલા 50 શખ્સોને પોલીસે ચેક કર્યા હતા.

ગીરસોમનાથ પોલીસના 165જવાનોની કુલ 11 ટૂકડીઓએ મૂળદ્વારકા અને કોડીનાર પંથકમાં કોમ્બિંગ ગઈ કાલે ચાલુ કર્યું હતું, જે આખી રાત ચાલ્યું હતું. ચેકિંગમાં મસ્જિદો ,મદરેસાઓ, દરગાહો, હોટલો,ધાબાઓ, વાહનો, અવાવરૂ સ્થળો, રેલવે-બસસ્ટેશન,દરિયાકાંઠો, તેમજ મૂળદ્વારકા ગામે બહારગામથી આવીને અહી રોકાયા હોય એવા શખ્સોની પૂછપરછ કરાઈ હતી. જેમાં નવા બંદરની મદીના મસ્જિદમાં આશ્રય લીધેલાં ૩ શંકાસ્પદ કાશ્મીરી શખ્સો મળી આવતા તેની અટકાયત કરાઈ હતી. હવે તેની સઘન પુછપરછ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત મૌલવી સામે ગુન્હો દાખલ કરાયો છે.ચેકિંગ દરમિયાન હથિયારબંધીના છ કેસ કરાયા છે. મકાન ભાડે આપ્યા બાદ પોલીસને ભાડુઆતની જાણ ન કરવા બદલ ત્રણ સામે કેસ કરવામાં આવ્યા છે. પ્રોહિબિશનના 21 કેસ કર્યા હતા. અગાઉના ગુનામાં પકડાયેલા ઈસમો પૈકી 50ને ચેક કરવામાં આવ્યા હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here