GUJARAT : તળાજા તાલુકાના જસપરા ગામે સિંચાઈ કચેરીમાં ચોરી કરનાર બે શખ્સને બે વર્ષની સખત કેદ

0
43
meetarticle

તળાજા તાલુકાના જસપરા (માંડવા) ગામે સિંચાઈ વિભાગની કચેરીમાં ચોરીને અંજામ આપનાર બે શખ્સને કોર્ટે બે વર્ષની સખત કેદની સજા અને ૧૦ હજારનો દંડ ફટકાર્યો છે.


જસપરા (માંડવા) ગામે આવેલી સિંચાઈ વિભાગની કચેરીમાંથી માર્ચ-૨૦૨૩માં તાર ફેન્સિંગ અને લોખંડની એન્ગલોની ચોરી થઈ હતી. જે બનાવમાં પોલીસે હિતેશ ચીથરભાઈ ડાભી અને મુકેશસિંહ વનરાજસિંહ ગોહિલ (રહે, પોણિયાળી) નામના શખ્સોને ધરપકડ કરી ચોરીનો મુદ્દામાલ રિકવર કર્યો હતો. જે કેસની સુનવણી થતાં તળાજા કોર્ટે ૦૭ દસ્તાવેજી પુરાવા, ૧૭ સાક્ષીને તપાસી બન્ને આરોપીને તકસીરવાન ઠેરવી બે વર્ષ સખત કેદની સજા અને સિંચાઈ વિભાગને વળતર પેટે રૂા.૧૦,૦૦૦ ચૂકવવા હુકમ કર્યો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here